શાહરૂખ દુનિયાભરમાં સૌથી અમીર કલાકારોમાં સામેલ છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  શાહરૂખખાના ૫૩માં જન્મદિવસની તેના ચાહકોએ પણ આજે ઉજવણી કરી હતી. શાહરૂખના ચાહકો જાણે છે કે  વિશ્વમાં  સૌથી અમીર અભિનેતાઓની યાદીમાં પણ શાહરૂખ ખાન સામેલ રહ્યો છે. તેની સંપત્તિ વર્ષ ૨૦૧૪માં ૬૦૦ મિલિયન ડોલર જેટલી આંકવામાં આવી હતી. આ સંપત્તિમાં હવે સતત વધારો થયો છે.  શાહરૂખખાનની શરૂઆતના વર્ષોમાં નેગેટિવ ભૂમિકા માટે પસંદગી કરવામાં આવતી હતી.

શાહરૂખે તેની કેરિયરની શરૂઆતમાં ડર, બાજીગર અને અંજામ જેવી ફિલ્મોમાં નેગેટિવ ભૂમિકા અદા કરી હતી. જે લોકોને પસંદ પડી હતી. જા કે તે ત્યારબાદ એક રોમેન્ટિન્ટક અભિનેતા તરીકે ઉભરી આવ્યો હતો. હિન્દી સિનેમાના સૌથી સફળ અભિનેતા પૈકી એક તરીકે તેને ગણવામાં આવે છે. ખાન હાલમાં મોશન પિક્ચર પ્રોડક્શન કંપની રેડ ચિલી એન્ટરટેઇનંન્ટંમાં કો ચેરમેન તરીકે છે.ઇન્ડિયન પ્રિમિયર લીગ ક્રિકેટ ટીમ કોલક્તા નાઇટ રાઇડર્સના સહ માલિક તરીકે પણ તે છે.

ખાન જુદા જુદા ક્ષેત્રો સાથે જાડાયેલો રહ્યો છે. શાહરૂખ વિશાળ ચાહક વર્ગ ધરાવે છે. લોસએન્જલસ ટાઇમ્સે એક વખતે શાહરૂખને વિશ્વના સૌથી મોટા મુવી સ્ટાર તરીકે ગણાવ્યો હતો. વર્ષ ૨૦૦૮માં ન્યુઝવીકે શાહરૂખને વિશ્વના ૫૦ સૌથી શÂક્તશાળી લોકોની યાદીમાં મુકી દેતા તેની લોકપ્રિયતાની ફરી નોંધ લેવાઇ હતી. આજે પણ કિંગ ખાનની લોકપ્રિયતા અકબંધ રહી છે. તેની યુવા પેઢીમાં પણ લોક્પ્રિયતા છે. છેલ્લી તમામ ફિલ્મો પણ શાહરૂખની સુપરહિટ સાબિત થઇ છે. શાહરૂખ ખાને પણ બોલિવુડમાં સફળતા હાંસલ કરવા માટે ખુબ સંઘર્ષ કર્યુ છે. તે હાલમાં જીરો ફિલ્મને લઇને વ્યસ્ત બનેલો છે. તે પહેલા તેની રઇસ, ડિયર જિન્દગી અને અનુષ્કા શર્મા સાથેની ફિલ્મ હતી. આ તમામ ફિલ્મો હિટ સાબિત થઇ હતી.

Share This Article