અમદાવાદ: શાહપુર યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષ કેજીથી ધોરણ ૧૨માં શાહપુર વિસ્તારમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓનું શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવે છે. આ સાથે શાહપુર વિસ્તારમાં રહીને શિક્ષક, પ્રોફેસર, બેંકર, એન્જીનીયર, સીએ, એમબીએ થયેલા વ્યક્તિ વિશેષોનું પણ બાળકોની વચ્ચે સન્માન કરી પ્રેરણારૂપ કાર્ય કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮નો છાત્ર સન્માન કાર્યક્રમ ૯મી સપ્ટેમ્બરના રોજ ભાવસાર હોલ, ગરનાળાની પોળ પાસે, સવારે ૧૦ કલાકે યોજવામાં આવેલ છે. શાહપુર યુવક મંડળના પ્રમુખ ડો. જગદીશ ભાવસારે કાર્યક્રમની વિગતોમાં જણાવ્યું છે કે, શાહપુરના ૫૧ જેટલા પ્રજ્ઞાવાન છાત્રોને કાર્યક્રમમાં વિશેષ ઇનામથી સન્માનવામાં આવશે. ૧૦ જેટલા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાશે. ૪૦૦થી વધુ ૬૦ ટકાથી વધારે ગુણ મેળવનાર છાત્રોને આશ્વાસન ઇનામ આપી સન્માન કરાશે. આ પ્રસંગે એએમટીએસના ચેરમેન અતુલભાઈ ભાવસાર, ગુજરાત યુનિવર્સિટીના સેનેટસભ્ય કૌશિકભાઈ જૈન, મુકેશભાઈ પરમાર, સ્મિતા જાષી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં ઓવરસીઝ એજ્યુકેશન લોનમાં ઓક્સિલો 95% થી વધુ CAGR નોંધાવી
અમદાવાદ: અગ્રણી એજ્યુકેશન ફાઇનાન્સ NBFC, ઓક્સિલો ફિનસર્વે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ગુજરાતમાં 95% થી વધુ CAGR નોંધાવ્યો છે. વધતી માંગને...
Read more