શાહિદ અને કિયારાની નવી કેમિસ્ટ્રીની ચર્ચા છેડાઇ ગઇ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : શાહિદ કપુર અને કિયારા અડવાણીની જોડી હવે ધુમ મચાવવા માટે તૈયાર છે. તેમની જોડીને લઇને ચાહકોમાં ભારે ચર્ચા છે. બંનેની કેમિસટ્રી ચાહકોને ખુબ પસંદ પડી રહી છે. ફિલ્મના નવા નવા ગીતો જારી કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે ફિલ્મની ઉત્સુકતા વધી રહી છે. નવા ગીત મેરે સોણિયા રજૂ કરવામાં આવ્યા બાદ શાહિદ કપુર અને કિયારા અડવાણીના નવા અંદાજની ચર્ચા માત્ર બોલિવુડમાં જ નહીં બલ્કે દેશમાં જાવા મળી રહી છે. બંનેના રોમેન્ટિક ગીતને તમામ ચાહકો પસંદ કરી રહ્યા છ છે. આ ગીતમાં બંનેની જોરદાર કેમિસટ્રી નજરે પડી રહી છે. આ ગીતને સચેત ટંડન અને પરંપરા ઠાકુરે આવાજ આપ્યો છે. ગીતનુ સંગીત પણ સચેત અને પરંપરા દ્વારા આપવામાં આવ્યુ છે. આ ગીત ઇરશાદ કામિલ દ્વારા લખવામાં આવ્યુ છે.

આ પહેલા ફિલ્મના ટ્રેલર અને બે ગીતો રજૂ કરવામાં આવી ચુક્યા છે. જે ચાહકોમાં પહેલાથી જ ધુમ મચાવી રહ્યા છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે કબીર સિંહ તેલગુની સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક ફિલ્મ છે. ફિલ્મનુ નિર્દેશન સંદીપ રેડ્ડી દ્વારા કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં શાહિદ કપુર ખુબ મોટા રોલમાં નજરે પડનાર છે. શાહિદ કપુર ફિલ્મમાં એક ડ્રગ એડિક્ટ તરીકેના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મ દેશભરમાં ૨૧મી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તમામ ચાહકોને આ ફિલ્મ પસંદ પડે તેવી શક્યતા છે.

કારણ કે ફિલ્મના ગીતો પહેલાથી જ સુપરહિટ સાબિત થઇ ગયા છે. સાથે સાથે શાહિદ કપુર અને કિયારાની જોડી પણ જોરદાર દેખાઇ રહી છે. શાહિદ કપુર બોલિવુડમાં લાંબા સમયથી હોવા છતાં તેને કોઇ મોટી સફળતા બોલિવુડમાં હાંસલ થઇ નથી. જા કે તેને એક લોકપ્રિય સ્ટાર તરીકે ગણવામાં આવે છે. તેને પસંદ કરનાર ચાહકોની સંખ્યા પણ મોટી છે.

Share This Article