શાહીદ કપૂર મુંબઈમાં હાલ એક નવા આવાસની શોધમાં

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  વર્ષ ૨૦૧૮માં બોલીવુડમાં લગ્ન અને સંબંધોને લઇને ચર્ચા રહી હતી. નવા વર્ષમાં બોલીવુડમાંથી કેટલાક નવા સમાચારો મળતા રહેશે. હવે એવા અહેવાલ મળ્યા છે કે, બોલીવુડના અનેક મોટા સ્ટાર નવા વિસ્તારમાં મકાન શોધી રહ્યા છે જેમાં શાહિદ કપૂર પણ સામેલ છે. શાહિદ કપૂર હાલમાં ઉબર લકઝ્યુરિયસ ટાવર્સમાં બની રહેલા આવાસમાં મકાનની શોધમાં છે. શહેરની વચ્ચોવચ આ આવાસ બની રહ્યા છે. હાલમાં એવા અહેવાલ આવ્યા હતા કે, શાહિદ કપૂર આવા આવાસની શોધમાં છે અને ટૂંકમાં જ જગ્યા બદલી દેશે અને વર્લીમાં રહેવા આવશે. તે હાલમાં જુહુમાં પોતાના પરિવાર સાથે રહે છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં શાહિદ કપૂર બીજી વખત પિતા બન્યા બાદ પરિવાર વિસ્તૃત બનતા મોટા મકાનની શોધમાં છે.

શાહિદે ઘરની પસંદગી કરી લીધી છે. એજ ટાવરમાં ઘરની પસંદગી કરી છે જેમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ૩૪ કરોડ રૂપિયામાં આવાસની ખરીદી કરી હતી. મોડેથી આ જાડી આ આવાસમાં રેહવા માટે આવી નથી. બીચ વિસ્તારમાં બની રહેલા આવાસના દિપીકા અને રણવીર પણ આવાસની શોધમાં છે. શાહિદ કપૂર બોલીવુડના મોરચે અપેક્ષા કરતા વર્ષ ૨૦૧૮માં ઓછો સફળ રહ્યો હતો પરંતુ તેની પાસે હાલમાં પણ અનેક મોટી ફિલ્મો હાથમાં છે જેનાથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

શાહીદ કપૂર અને મીરાએ લગ્ન કર્યા બાદ તેમના બે બાળકો છે અને પરિવારમાં અન્ય સભ્યો પણ છે તે જાતા નવા અને મોટા મકાનની તેની શોધ ટૂંકમાં પૂર્ણ થશે. કિંમતોને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી પરંતુ બીચ શહેરમાં બની રહેલા આવાસની કિંમત ખુબ ઉંચી રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. શાહિદ કપૂર તરફથી આવાસ સંદર્ભે કોઇ સ્પષ્ટતા કરાઈ નથી.

Share This Article