શાહિદ કપૂર બનશે ફરી પપ્પા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શાહિદ કપૂરના ઘરે એકવાર ફરી નાના પગલા પડવાના છે. શાહિદની પત્નિ મીરા ફરી પ્રેગનેન્ટ છે. આ વાત ખુદ શાહિદ કપૂરે જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

થોડા દિવસોથી ખબર આવી રહી હતી કે મીરા કપૂર ફરીથી પ્રેગનેન્ટ છે અને હાલમાં જ શાહિદે પોતે જ આ ન્યૂઝને વેરિફાય કર્યા છે. દીકરી મિશાની એક તસવીર શાહિદે શેર કરી છે અને તેના ઉપર લખ્યુ છે બિગ સિસ્ટર. આ એક સંકેત છે કે જલ્દી જ મિશા મોટી બહેન બનવાની છે. મીરાને જ્યારે પૂછવામાં આવ્યુ હતુ કે તે ક્યારે બોલિવુડમાં એન્ટ્રી કરશે.. ત્યારે તેણે જણાવ્યુ હતુ કે હજૂ તેનો કોઇ પ્લાન નથી, હજૂ તેને એક બાળક જોઇએ છે. શાહિદે પણ આ બાબત પર કહ્યું હતુ કે મીરા હજૂ એક બાળક ઇચ્છે છે. બાદમાં તે બોલિવુડમાં પદાર્પણ કરવા ઇચ્છશે તો તેને ખુશી થશે. મીરા પરંપરાને તોડવા માંગે છે. તે બાળકોનો ઉછેર કરવા માંગે છે બાદમાં તેના કરિયર વિશે વિચારશે.

દિલ્હીની લેડી કોલેજ શ્રીરામ  કોલેજથી ઇંગલિશ ગ્રેજ્યુએટ છે. મીરા જ્યારે યુનાઇટેડ નેશન્સમાં ઇન્ટર્ન હતી ત્યારે 2014માં શાહિદ સાથે તેની મુલાકાત થઇ હતી. એક વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ ગુરુગ્રામમાં તેમના લગ્ન થયા અને 26 ઓગસ્ટ 2017ના રોજ મિશાનો જન્મ થયો. હવે બીજી વાર શાહિદના ઘરે નાનું મહેમાન આવશે ત્યારે બંને ખુબ ખુશ છે.

Share This Article