અર્જુન રેડ્ડીની હિંદી રિમેક માટે શાહિદને મળશે 7 કરોડ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ એ 2017ની તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી હિટ રહી છે. ત્યારબાદ બોલિવુડના ફિલ્મ મેકર્સે અર્જુન રેડ્ડીની હિંદી રિમેક બનાવવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ માટે અર્જુન કપૂર અને શાહિદ કપૂર કોણ અર્જુન રેડ્ડીનું પાત્ર ભજવશે તે નક્કી નહોતું, બાદમાં નક્કી થયુ કે શાહિદ કપૂર જ અર્જુન રેડ્ડી ફિલ્મમાં લીડ રોલ કરશે.

આ ફિલ્મ માટે શાહિદ કપૂરને અધધધ… 7 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. ઘણા બધા ફિલ્મ મેકર્સ ફિલ્મની રિમેક બનાવવા માટેના રાઇટ્સ લેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

આ ફિલ્મની હિંદી રિમેક માટે જ્યારે રાઇટર્સ અને ડિરેક્ટર કામ કરી રહ્યા છે ત્યારે લીડ હિરોઇન કોણ હશે તેને લઇને ચર્ચા થઇ રહી છે. ભાઇ શાહિદ કપૂરને ફાઇનલ કર્યા બાદ તેની કો-એક્ટર કોણ હશે તે પણ એક મોટો સવાલ છે. જેનો જવાબ આ મહિનાના અંત સુધીમાં મળી જશે.

આ ફિલ્મ અર્જુન રેડ્ડીની આસપાસ જ ફરે છે. અર્જુન એક મેડિકલ સ્ટુડન્ટ છે અને તે રિલેશનશિપને સંભાળી શક્યો નથી.  સાથે જ તેને ખુબ ગુસ્સો આવે છે. ટેમ્પર ઇશ્યુથી અર્જુન પિડાય છે. અને આખી ફિલ્મ ખુબ જ રસપ્રદ છે. સાઉથ ઇન્ડસ્ટ્રીમાં તો અર્જુન રેડ્ડીએ ધૂમ મચાવી જ છે, હવે શાહિદ કપૂર હિંદી રિમેકમાં કેવી એક્ટિંગ કરે છે તે જોવું રહ્યું.

Share This Article