શાહરુખની ફિલ્મે રૂ.૧૨૦ કરોડની કમાણી કરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ઘણા દાયકાથી શાહરુખ ખાન રાજ કરી રહ્યા છે અને તેમના ચાહકો એમની આવનાર દરેક ફિલ્મોની રાહ જોઈ રહ્યા હોય છે એવામાં છેલ્લા ૩ વર્ષથી એમની કોઈ નવી ફિલ્મ આવી નથી પણ આવનાર સમયમાં શાહરુખ ખાન ઘણી નવી ફિલ્મો સાથે તેમના ચાહકોને ખુશ કરવા જઈ રહ્યા છે. શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાન ને લઈને એક મોટી ખબર સામે આવી છે. હાલમાં બહાર આવેલ એ રિપોર્ટ્‌સ અનુસાર ફિલ્મ જવાનના મેકર્સએ ફિલ્મની પોસ્ટ-થિએટ્રીકલ સ્ટ્રીમિંગ રાઇટ્‌સ નેટફ્લીકસને વહેંચી દીધા છે. હાલ થોડા દિવસો પહેલા જ જવાન ફિલ્મનો પહેલો લુક બહાર પાડવામાં આવ્યો હતો અને એ લોકોને ઘણો પસંદ પણ આવ્યો હતો.

રિપોર્ટ્‌સ મુજબ, જવાન ફિલ્મના મેકર્સએ ફિલ્મના ડિજિટલ રાઇટ્‌સ ૧૨૦ કરોડમાં ઓટીટી પ્લેટફોર્મ નેટફલિકસને વંહેચ્યા છે. જણાવી દઈએ કે હાલમાં શાહરુખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના ૩૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખુશીના મોકા પર શાહરુખ ખાને તેના ચાહકો સાથે વાતચીત કરી હતી અને તેની આવનારી ફિલ્મ જવાન વિશે પણ જાણકારી આપી હતી. સાથે જ એમને તેમના ચાહકોને એમ પણ કહ્યું હતું કે હાલ હું આ વિશે વધુ જાણકારી નથી આપી રહ્યો પણ એટલું જરૂરથી કહીશ કે આ એક અલગ ફિલ્મ છે જે તમને અલગ સિનેમાનો અહેસાસ કરાવશે.

Share This Article