શાહરૂખ ખાનની દિકરી સુહાના બોલીવુડમાં એન્ટ્રી કરશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઝોયા અખ્તર આર્ચી કોમિક્સ પર એક ફિલ્મ બનાવી રહી છે, જેમાં સુહાના સિવાય શ્રીદેવી અને બોની કપૂરની દીકરી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાને પણ લોન્ચ કરવામાં આવી શકે છે. હવે આ સમાચાર કેટલા સાચા છે તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. તમને જણાવી દઈએ કે સુહાનાએ ન્યૂયોર્કમાં એક્ટિંગનો અભ્યાસ કર્યો છે. તે ગયા વર્ષે જ ન્યૂયોર્કથી ભારત પાછી આવી છે. ન્યૂયોર્કથી પાછા આવીને તે ખૂબ જ દુઃખી હતી. તમને જણાવી દઈએ કે ન્યૂયોર્કમાં રહેતા સુહાનાએ ઘણા એક્ટિંગ વીડિયોમાં કામ કર્યું છે. તેણે ઘણી ટૂંકી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેના અભિનયના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને બધાએ તેના વખાણ કર્યા છે.

શાહરૂખ ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સુહાનાને એક્ટિંગ પસંદ છે અને તે બોલિવૂડમાં કામ કરવા માંગે છે. પરંતુ તે પહેલા તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી લેશે. શાહરૂખે કહ્યું હતું કે તેની પુત્રી જે પણ ર્નિણય લેશે. તે તેના કરિયરમાં હંમેશા તેનો સાથ આપશે. તમને જણાવી દઈએ કે સુહાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ગ્લેમરસ અને બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર સુહાનાના ૨.૩ મિલિયન ફોલોઅર્સ છે. સુહાનાના બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડે અને શનાયા કપૂર છે. ત્રણેય સોશિયલ મીડિયા પર એકબીજાના ફોટા શેર કરતા રહે છે. અનન્યા હાલમાં બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી રહી છે. પરંતુ હવે તે ઈન્ડસ્ટ્રીમાં તેની બે મિત્રો સુહાના અને શનાયાની રાહ જોઈ રહી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે એવી ખબર આવી હતી કે કરણ જોહર શનાયા કપૂરને ફિલ્મોમાં લોન્ચ કરશે. તો મતલબ કે આ ત્રણેયની ત્રણેય ટૂંક સમયમાં બોલિવૂડમાં ધમાલ મચાવશે.

Share This Article