કરન જાેહરની પાર્ટીમાં શાહરૂખ ખાન પણ મન મુકીને ડાન્સ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કરન જાેહરની બર્થડે પાર્ટી પતી ગઇ પણ છતાં તેનાં ફોટા અને વીડિયો આવવાનાં બંધ નથી થઇ રહ્યાં. પહેલાં પાર્ટીમાં હાજર રહેલાં સ્ટાર્સની તસવીરો અને હવે પાર્ટીમાં મન મુકીને નાચેલાં સ્ટાર્સનાં વીડિયો સામે આવી રહ્યાં છે. જેમાં શાહરૂખ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મન મુકીને ડાન્સ કરતો નજર આવી રહ્યો છે.

શાહરૂખ ખાન તેની જ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નાં સોન્ગ ‘કોઇ મિલ ગયા.. મેરા દિલ ગયા..’ પર ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઇ રહ્યો છે. આ જ પાર્ટીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં રણવીર સિંહ અને કરન જાેહર ડાન્સ કરતાં નજર આવે છે. આ બંને રિશિ કપૂર અને જયા પ્રદાનાં ગીત ‘ડફલી વાલે.. ડફલી બજા..’ પર ડાન્સ કરતાં નજર આવી રહ્યાં છે.

જેમાં રણવીર સિંહ રિશી કપૂરની જેમ ડફલી વગાડે છે તો કરન જાેહરે જયા પ્રદાનાં એવરગ્રીન સ્ટેપ્સ સ્ટેજ પર કરીને મહેફિલ લૂંટી લીધી હતી. આ પાર્ટીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં અભિષેક બચ્ચન ડીજે વાળો બન્યો છે અને તેનાં તાલે પાર્ટીમાં લોકો નાચી રહ્યાં છે. તો અન્ય એક વીડિયોમાં કરન જાેહર કાજાેલ સાથે ડાન્સ કરતો નજર આવે છે. બંને સાલસા ડાન્સ કરતાં નજર આવે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Share This Article