શેડ્સ ઑફ બ્લેક સ્પાલૂન કે જે સલૂન સેગમેન્ટમાં એક જાણીતું નામ છે, તે પોતાની ક્ષિતિજનો વિસ્તાર કરી રહ્યું છે. તેઓ 11 વર્ષથી સલૂન માર્કેટ પર રાજ કરી રહ્યા છે. અમદાવાદની પોતાની સલૂન બ્રાન્ડ એવી શેડ્સ ઓફ બ્લેક સ્પેલોન – સ્પા સાથેનું યુનિસેક્સ સલૂન હેરકટ, હેર ટ્રીટમેન્ટ (કલર્સ, સ્મૂથનિંગ, કેરાટિન), ફેશિયલ, મેનીક્યોર અને પેડિક્યોર, બોડી સ્પા અને મેક-અપ જેવી સેવાઓની સૌથી વધુ ઇચ્છિત શ્રેણીને આવરી લે છે. એ એન્ડ જે મલ્ટિબિઝ પ્રા. લિ.નો એક ભાગ એવા બ્લેક સ્પાલૂન તેમની તમામ સેવાઓ માટે આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોનો ઉપયોગ કરે છે.
અમદાવાદના નંબર 1 સલૂન જે તમારા સમગ્ર પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે, હવે તેની નવી શાખા એસબીઆર (સિંધુ ભવન રોડ) ખાતે શરૂ કરે છે, જેમાં હેર ચેર્સ, બ્યુટી રૂમ્સ, મેકઅપ રૂમ અને મેડિક્યોર અને પેડિક્યોર માટે સમર્પિત વ્યક્તિગત સ્થળનો સમાવેશ થાય છે. આ એવોર્ડ વિજેતા સલૂન સંપૂર્ણપણે બ્લેક કલરમાં નવીનતમ ટ્રેન્ડી તત્વો સાથેનું છે, જે તેને બજારમાં સૌથી અલગ બનાવે છે.
બૉલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી એશા ગુપ્તાએ સિંધુ ભવન રોડ (એસબીઆર) ખાતે બ્લેક સ્પાલૂનની નવી શાખાનું ઉદ્ઘાટન કર્યું. સલૂનમાં ભાગ્યે જ જોવા મળતા બ્લેક કલરથી એશા મંત્રમુગ્ધ બની હતી. “બ્લેક આજના સમયનો ટ્રેન્ડ છે. ધીમે ધીમે, સલૂન ઈન્ટિરિયર્સ બ્લેક અને ગ્રે કલરના વિવિધ ગ્રેડેશનમાં કરવામાં આવી રહ્યાં છે. તે જૂના ઇન્ટિરિયર ટ્રેન્ડ્સમાંથી એક તાજગીભર્યો છે. બ્લેક સ્પાલૂન જીવંત અને નવું દેખાય છે – સમગ્ર બ્લેક ઇન્ટિરિયર્સમાં વાદળી અને સોનેરી સંકેત ઇન્ટિરિયર લૂકને અદ્ભુત બનાવે છે.” એશાએ જણાવ્યું. એશા જન્નત 2, રાઝ 3 અને તાજેતરમાં ઓટીટી પર રિલીઝ થયેલી આશ્રમ સીરિઝમાં તેના અભિનય માટે જાણીતી છે.
ભૂતકાળમાં, બૉલિવૂડના અનેક સિતારાઓએ સ્ટાર્સે આ સલૂનની મુલાકાત લીધી છે, જેમાં ટાઇગર શ્રોફ, જેકલીન ફર્નાન્ડીઝ, વિકી કૌશલ, અદાહ શર્મા, શ્રદ્ધા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, રિચા ચડ્ડા, બિપાશા બાસુ, નવાઝુદ્દીન સિદ્દીકી, તુષાર કપૂર, આફતાબ શિવદાસાની, ઉર્વશી રૌતેલા, ડૈઝી શાહ, સોનલ ચૌહાણ, રાજીવ ખંડેલવાલ સહિત અનેક સિતારાઓનો સમાવેશ થાય છે. જસપ્રિત બુમરાહ અને પાર્થિવ પટેલ જેવા ક્રિકેટર્સ અને અનેક ટેલિવિઝન કલાકારોએ પણ આ સલૂનમાં બેજોડ સેવાઓનો આનંદ માણ્યો છે.
કંપનીએ રમતગમત, ફિટનેસ અને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સાહસ કર્યું છે, જે અંતર્ગત જિમને બ્લેકક ટ્રૅક્સ – ધ ફિટનેસિયમ, બેડમિંટન એકેડમીને બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને સલૂન એકેડમીને બ્લેકએડેમિયા – ગ્રૂમિંગ સ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે.
મિશન અને વિઝન પર, એ એન્ડ જે મલ્ટિબિઝ પ્રા. લિ.ના એમડી અમૃતા મુલચંદાનીએ અભિપ્રાય આપતા જણાવ્યું, “આજે કોઈપણ બ્રાન્ડ માટે સિંધુ ભવન રોડ (એસબીઆર) ખાતે પોતાની શાખા હોવી તે આવશ્યક બાબત છે. અમદાવાદ જે ઝડપે વિસ્તરી રહ્યું છે, તે જ ઝડપે અમે વિસ્તરણ કરવા માંગીએ છીએ અને તેથી હવે અમે ફ્રેન્ચાઇઝી માટે ખુલ્લા છીએ. તમામ અમદાવાદીઓને અમારા સલૂન્સમાં લા ગ્રાન્ડ અનુભવ મળી રહે તેમ અમે ઈચ્છીએ છીએ.”