એસએફ હેલ્થ ટેક (ફિટનેસ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરીંગ બ્રાન્ડ) શિવફિટ સાથે મળીને પ્રથમવાર શિવફિટ ક્રોસફંકશનલ વર્કઆઉટ બોક્સ અમદાવાદમાં રજૂ કરે છે. જેને શિવફિટ અનંત નામ આપ્યું છે. શિવફિટ અનંત દ્વારા તેની સફર અમદાવાદને વધુ ફિટ બનાવવા માટે અમદાવાદના મોટેરા વિસ્તારમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે
એસએફ હેલ્થ ટેક : ૨૦૧૬માં સંકેત કામદાર અને વરૂણ રોડેએ સાથે મળીને બ્રાન્ડ એમ્બેસેડર અને સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર શિવોહમ સાથે મળીને, એસએફ હેલ્થ ટેક હવે ફિટનેસ ઈક્વિપમેન્ટની દુનિયામાં ધૂમ મચાવશે. ફિટનેસ એક્સલન્સ ઈક્વિપમેન્ટ અને ટ્રેનર્સના યોગ્ય ગાઈડન્સના યોગ્ય સંયોજનથી પ્રાપ્ત કરી શકાય છે. શિવફિટ અનંત એસએફ હેલ્થ ટેક ઈક્વિપમેન્ટ અને દેશના ક્રોસફિટ ગુરૂના માર્ગદર્શન – શિવોહમનું આદર્શ મિશ્રણ છે. એવા સમયે કે જ્યારે ભારત ફિટનેસ કલ્ચર માટે વાર્મ અપ કરી રહ્યું છે ત્યારે તેમાં વધુ ક્ષમતા ખરા અર્થમાં તે ઉમેરશે. ક્વોટઃ પરફેક્શન સાથે અમદાવાદને વધુ સ્વસ્થ બનાવવા તૈયાર
બ્રાન્ડ શિવફિટના માલિક/એસએફ હેલ્થ ટેકના બ્રાન્ડ એમ્બેસેડર અને કો-ફાઉન્ડર શિવોહમે જણાવ્યું કે, ‘કેટલાક લોકો તેમના વ્યવસાય માટે ઝનુની હોય છે જ્યારે એ પેશનને પોતાનો પ્રોફેશન બનાવે છે. પોતાના સિદ્ધાંત પર જીવન જીવતા શિવોહમ કે જેઓ પૂર્વ પ્રોફેશનલ સ્વિમિર અને વોટર પોલો પ્લેયર પણ છે. તેઓ તેમના ક્લાયન્ટ્સને એક છત્ર નીચે તમામ સુવિધાઓ પ્રદાન કરે છે.’
ક્રોસ ફંક્શનલ ટ્રેનિંગ ની શરૂઆત મુંબઇ ના સેલીબ્રીટી ફિટનેસ ટ્રેનર શિવોહમ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં શરીર ને અમુક નેચરલ કસરતો કરાવીને ફિટ રાખી શકાય છે. અમદાવાદ માં સર્વ પ્રથમ વખત શરૂ થનાર આ ફિટનેસ બોક્સ ‘શિવફિટ અનંત’ના ઓપનિંગ માં શિવોહમ ઉપસ્થિત રહ્યા હતા.
શિવોહમ એક ખરેખર ક્રાંતિકારી વ્યક્તિગત રીતે સતત ખુદને રિ-ઈન્વેન્ટ કરનાર વ્યક્તિ છે. હવે તેઓ એસએફ હેલ્થ ટેક સાથે ફિટનેસ ઈક્વિપમેન્ટનું નવું વેન્ચર રજૂ કરી રહ્યા છે.
ક્વોટ : કઈ પણ વસ્તુ મેળવવા માટે સૌથી પહેલા એક વિઝનની જરૂર હોય છે. પછી મેહનત અને નિષ્ઠા. અમે અમદાવાદમાં ફિટનેસની નવી ઊંચાઈને વધારવા માટે તૈયાર છીએ.