સેઝ નીતિનો અભ્યાસ કરવા માટે નિમાયેલા જૂથનું નેતૃત્વ બાબા કલ્યાણી કરશે 

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારત સરકારે ભારતના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) ની નીતિના અભ્યાસ માટે વિખ્યાત વ્યક્તિઓના એક જૂથની રચના કરી છે.

સેઝ નીતિ ૦૧ એપ્રિલ, ૨૦૦૦થી લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ મે, ૨૦૦૫માં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ, ૨૦૦૫ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો જેને ૨૩ જૂન, ૨૦૦૫ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ અમલમાં આવ્યો હતો. સેઝ નિયમો દ્વારા આધારભૂત સેઝ એક્ટ, ૨૦૦૫, ૧૦ ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ લાગુ થયો હતો.

આ જૂથ સેઝ નીતિનું મૂલ્યાંકન કરશે, હાલની આર્થિક પરિસ્થિતિમાં નિકાસકારોની જરૂરિયાતને પૂરી કરવાના પગલાં સૂચવશે અને સેઝ નીતિ ડબ્લ્યુટીઓને સુસંગત બનાવશે. આ ઉપરાંત, સેઝ નીતિમાં સૂચિત સુધારા સૂચવશે, સેઝ યોજનાનું તુલનાત્મક વિશ્લેષણ કરશે અને અન્ય સમાન યોજનાઓ સાથે સેઝ નીતિને  સુસંગત બનાવશે. આ જૂથ 3 મહિનાના સમયમાં તેમની ભલામણો સુપરત કરશે.

TAGGED:
Share This Article