મુંબઇ : બોલિવુડની હોટ અને સેક્સી સ્ટાર સની લિયોને ફરી એકવાર હોળી પર પોતાના સેક્સી અને બોલ્ડ ફોટાઓ મુકીને નવી ચર્ચા જગાવી છે. સોશિયલ મિડિયામાં બોલ્ડ ફોટો મુકીને ચર્ચા જગાવવાની એક પ્રકારની સ્પર્ધા તમામ અભિનત્રીઓ વચ્ચે હાલમાં ચાલી રહી છે. હવે સની લિયોન પણ ચર્ચામાં છે. તેના કામથી નિર્માતા નિર્દેશકો પ્રભાવિત દેખાઇ રહ્યા છે. તેની પાસે મોટી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. તેની શિસ્તને લઇને પણ તમામ લોકો ખુશ છે. સુપરસ્ટાર સાથે કામ કર્યા બાદ તેનો આત્મવિશ્વાસ વધુ વધી ગયો હોવાનો દાવો સની લિયોન કરી રહી છે. સની લિયોને બોલિવુડમાં જીસ્મ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદથી પાછળ વળીને જાયુ નથી.
તેની મોટા ભાગની ફિલ્મોને સરેરાશ સફળતા મળી રહી છે પરંતુ તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેને બોલિવુડમાં હવે તમામ ટોચના લોકો સ્વીકારતા થઇ ગયા છે. જેથી તમામ મોટા કલાકારોની પાર્ટીમાં પણ તે પહોંચી રહી છે. બોલિવુડમાં સેક્સ બોમ્બ સની લિયોન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી ત્યારથી જોરદાર લોકપ્રિય થઇ રહી છે. તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. સની લિયોન હવે એ સ્ટારના કલાકારો સાથે પણ દેખાઇ રહી છે. આઇટમ સોંગની સાથે સાથે સારા રોલ પણ તેને મળી રહ્યા છે.
તે અલગ ચાહક વર્ગ ધરાવે છે. તે બોલિવુડમાં પોતાની ઇમેજને સુધારી દેવાના પ્રયાસો પણ કરી રહી છે. સની લિયોન ભારત આવ્યા બાદ સોશિયલ મિડિયામા વધારે સક્રિય રહી છે. સની લિયોન જુદી જુદી ભાષાની ફિલ્મ કરવા માટે પ્રયાસ કરી રહી છે. આજ કારણસર તેની પાસે જે ભાષાની જ ફિલ્મ આવી રહી છે તે ફિલ્મમાં સની લિયોન કામ કરી રહી છે.