આઇટમ સોંગ મેળવી લેવામાં સેક્સી સની લિયોન ફલોપ છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી અને સૌથી વધુ લોકપ્રિય હસ્તીઓમાં સામેલ સની લિયોનને કોઇ મોટી ફિલ્મ હાથ લાગી રહી નથી. સાથે સાથે હાલમાં તીવ્ર સ્પર્ધાના કારણે તેને કોઇ નવી ફિલ્મમાં આઇટમ સોંગ તરીકે પણ ઓફર થઇ રહી નથી. હાલમાં નોરા ફતેહી આઇટમ સોંગ માટે પ્રથમ પસંદગી બની રહી છે. ઉર્વશી પણ આઇટમ સોંગ કરી રહી છે આવી સ્થિતીમાં સની લિયોનની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે પ્રથમ પસંદગી તરીકે રહેલી હતી. જો કે હવે તેની સામે પણ રોલ મેળવી લેવામાં તકલીફ થઇ રહી છે. જો  કે તે હાલમાં તેની કેરિયરમાં જે સફળતા મળી છે તેના કારણે ખુશ છે. તેનુ કહેવુ છે કે તે વધારે ભાગદોડ કરવા માટે ઇચ્છુક નથી. બોલિવુડમાં અભિનેત્રીઓ વચ્ચે સ્પર્ધામાં પણ તે રહેવા માટે ઇચ્છુક નથી.

તેનુ કહેવુ છે કે તેની પાસે હજુ કેટલાક પ્રોજેક્ટો ફિલ્મ સિવાયના આવી રહ્યા છે. ઓછી ફિલ્મો હોવા છતાં આઇટમ નંબરમાં તો તેની બોલબાલા છે. આઇટમ નંબર માટે નિર્માતા નિર્દેશકોની પ્રથમ પસંદ બની ચુકી છે. તે માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં બલ્કે દક્ષિણ ભારતની ફિલ્મો પણ ઓફર મેળવી રહી છે. બંગાળી ફિલ્મમાં આઇટમ સોંગ કર્યા બાદ તેને અન્ય ભાષાની ફિલ્મની ઓફર મળી રહી છે. સની લિયોન બોલિવુડમાં પોતાની ઇનિગ્સને લઇને ભારે ખુશ છે. રઇસ ફિલ્મ બાદ તેને સતત હોટ આઇટમ સોંગ મળી રહ્યા હતા. જો કે છેલ્લે તેની બોલબાલા હવે ઓછી થઇ છે. નોરા ફતેહી, ઉર્વશી અને અન્ય નવી અભિનેત્રી હાલમાં આઇટમ સોંગ કરી રહી છે.

Share This Article