સેક્સી સ્ટાર લિન્ડસે લોહાન રિયાલિટી સિરિઝમાં દેખાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ, સ્ટાર અભિનેત્રી અને બોલ્ડ સેલિબ્રીટી લિન્ડસે લોહાન હવે નવી રિયાલિટી સિરિઝમાં મુખ્ય રોલ કરવા જઇ રહી છે. હોલિવુડના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે હાલમાં ગ્રીસમાં રહેતી લિન્ડસે રોલ કરવા માટે રાજી થઇ ગઇ છે. રોલ ખુબ દમદાર રહેનાર છે. જુન મહિનામાં જ એક મુલાકાતમાં લોહાને આ અંગે વાત કરી હતી.

જો કે તે સંબંધમાં એક વખતે કોઇ વિગત જાહેર કરવામાં આવી ન હતી. અમેરિકન અભિનેત્રી, બિઝનેસ કારોબારી અને ફેશન ડિઝાઇનર તરીકે લોહાને પોતાની કેરિયરમાં અનેક રીતે સફળતા મેળવી છે. તમામ ક્ષેત્રોમાં નાની વયમાં સફળતાની ચરમસીમા પર પહોંચી ગયેલી આ સ્ટાર અભિનેત્રીએ તેની કેરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. ન્યુયોર્કમાં ઉછરેલી અને મોટી થયેલી લોહાન ફોર્ડ મોડલ તરીકે પહેલા ચમકી હતી. વર્ષ ૧૯૯૮માં તેને પ્રથમ વખત બ્રેક થ્રુ મળી ગયા બાદ ક્યારેય પાછળ વળીને તે જાઇ રહી નથી.

વર્ષ ૨૦૦૪મા રજૂ થયેલી તેની ફિલ્મ મીન ગર્લના કારણે તે રાતોરાત સ્ટાર બની હતી. જો કે ત્યારબાદ તે કેટલાક વિવાદોમાં આવી હતી. જેના કારણે કાયદાકીય ગુંચમાં ફસાઇ હતી. તેને જેલની હવા પણ ખાવી પડી હતી. તેની એક્ટિંગ કેરિયર ઉપરાંત તે રિકોર્ડિંગ આર્ટિસ્ટ તરીકે પણ રહી છે. તેની છાપ એક બોલ્ડ, સેક્સી સ્ટાર તરીકે રહી છે. રિયાલિટી સિરિઝમાં કામ કરીને તે ફરી એકવાર ચાહકોમાં છવાઇ જવા માટે ઉત્સુક છે. લોહાન જુદા જુદા ક્ષેત્રોમાં વર્ષોથી સક્રિય રહી છે. તે હવે ફરી એક્ટિંગ પર ગંભીરતાથી ધ્યાન આપી રહી છે. ચોરીના કેસોમાં પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે હવે તે વિવાદોથી દુર રહેવા માટે મક્કમ બની ચુકી છે.

Share This Article