સેક્સી મૌની આમીર ખાનની મોગલ ફિલ્મમાં હશે : રિપોર્ટ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

પ્રથમ ફિલ્મ ગોલ્ડને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મળ્યા બાદ મૌની રોયની બોલબાલા સતત વધી રહી છે. તેની પાસે નવી નવી ફિલ્મો આવી રહી છે.  તે હવે  બોલિવુડના સૌથી  મોટા સ્ટાર પૈકી એક એવા આમીર ખાનની સાથે કામ કરવા જઇ રહી છે. મોગલ નામથી આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં આમીર ખાન ગુલશન કુમારના રોલમાં દેખાશે. આવી જ રીતે ગુલશન ગ્રોવર દાઉદ ઇબ્રાહિમના રોલમાં દેખાશે. મૌની રોય ફિલ્મને લઇને ખુશ છે. ફિલ્મને વહેલી તકે રજૂ કરવાની યોજના ચાલી રહી છે. અક્ષય કુમાર પોતે પણ તેની એક્ટિંગ કુશળતાથી ભારે પ્રભાવિત રહ્યો છે. તે કહી ચુક્યો છે કે મૌની બોલિવુડમાં અનેક ફિલ્મોમાં ટુંકાં સમયમાં જ કામ કરી લશે. નાના પરદાની નાગિન એટલે કે મૌની રોય બોલિવુડમાં દિન પ્રતિદિન લોકપ્રિયતા મેળવી રહી છે.  તેની  પાસે હવે મોટી મોટી ફિલ્મો આવી રહી છે. તેની કિસ્મત હાલમાં લોકપ્રિયતાની ચરમસીમા પર છે.

મૌની રોય મુળભુતરીતે મોટા પરદા પર  ફિલ્મ રણ અને તુમ બિન-૨ના ગીતમાં ખાસ રીતે નજરે પડી ચુકી છે.  મૌની રોય ગોલ્ડ બાદ બ્રહ્યાસ્ત્ર  નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. જેમાં અમિતાબ બચ્ચન, રણબીર કપુર અને આલિયા ભટ્ટ કામ કરી રહી છે.

બ્રહ્યાસ્ત્ર ફિલ્મમાં તે આલિયા ભટ્ટ અને રણબીર કપુરની સાથે નજરે પડનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે આશરે દસ વર્ષ પહેલા એકતા કપુરની સિરિયલ ક્યુ કિ સાંસ ભૂ કભી બહુ થી મારફતે મૌની રોયે એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ક્યારેય પાછળ પડી નથી. મૌની કેટલીક ટીવિ સિરિયલમાં કામ કરી ચુકી છે. જેમાં કસૌટી, દેવો કા દેવ મહાદેવ, અને નાગિનનો સમાવેશ થાય છે.

Share This Article