સેક્સી કેટી પેરી ન્યુઝ મેકર્સમાં સૌથી આગળ રહી છે : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ : પોપ સ્ટાર કેટી પેરી વર્ષ ૨૦૧૮માં પણ સૌથી મોટી ન્યુઝમેકર્સ તરીકે રહી હતી. તે જુદા જદા કારણોથી સતત ચર્ચામાં રહી હતી. તેની  છાપ એક સેક્સી સ્ટાર તરીકે રહેલી છે. વર્ષ ૨૦૧૯માં પણ તે તમામ લોકોમાં ચર્ચામાં રહે તેમ માનવામાં આવે  છે. હાલમાં તે  માઇક્રોગ્લોબિંગ વેબસાઇટ ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતી સ્ટારમાં સામેલ થઇ ગઈ છે.તેના ફોલોઅર્સની સંખ્યા ૧૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. આની સાથે જ સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનાર હસ્તી બની ગઈ છે. ૧૦૦ મિલિયન ફોલોઅર્સ ધરાવનાર તે પ્રથમ ગાયિકા બની છે.

કેટી પેરીના નવા આલ્બમ વિટનેસથી સંબંધિત સત્તાવાર ટ્વિટર પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, નવા ઇતિહાસ સર્જાઈ રહી છે. કેટી પેરીને ચારેબાજુથી શુભેચ્છા મળી રહી છે. ચાહકો તરફતી પણ શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટી પેરીએ પોતે પણ પ્રતિક્રિયા આપી છે.

તમામ લોકો જાણે છે કે, ગાયિકાની સાથે સાથે વિશ્વની સૌથી મોટી સેલિબ્રિટીઓમાં સ્થાન ધરાવતી કેટી પેરી વર્ષ ૨૦૦૯માં  ટ્વિટર સાથે જાડાઈ ગઈ હતી ત્યારથી સતત સક્રિય રહી છે. વર્ષ ૨૦૧૨માં તેના ફોલોઅર્સની સંખ્યા ૫ કરોડ હતી જે વધીને હવે ૧૦ કરોડ ઉપર પહોંચી ગઈ છે. હોલીવુડમાં તમામ ટોપક્લાસ અભિનેતા અને અભિનેત્રીઓ હોવા છતાં કેટી પેરી સૌથી આગળ રહી છે. ૧૦ કરોડ ફોલોઅર્સનો આંકડો ખુબ મોટો છે. અન્ય ગાયિકાઓ ખુબ મોટી સેલિબ્રીટીઓ હોવા છતાં આ આંક સુધી પહોંચી શકી નથી

Share This Article