એનએસયૂઆઇના રાષ્ટ્રીય અધ્યક્ષ ફિરોજ ખાન પર લાગ્યો યૌન શોષણનો આરોપ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એનએસયૂઆઇના રાષ્ટ્રીય અધ્યક્ષ ફિરોજ ખાન પર એનએસયૂઆઇની મહિલા કાર્યકર્તાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ભિલાઇની રહેવાસી આ મહિલાના આરોપ લગાવ્યા બાદ એનએસયૂઆઇએ તપાસ કમિટીની રચના કરી દીધી છે.

એનએસયૂઆઇ મહિલા કાર્યકર્તાનો આરોપ છે કે એનએસયૂઆઇના રાષ્ટ્રીય અધ્યક્ષ ફિરોજ ખાને તેનું યૌન શોષણ કર્યું છે. સૂત્રોની વાત માનીએ તો આ મહિલા કાર્યકર્તાએ મેલ કરી પોતાની સાથે થયેલા યૌન શોષણ વિશેની જાણકારી આપી હતી. મળતી જાણકારી મુજબ બેંગલુરુમાં એનએસયૂઆઇના રાષ્ટ્રીય અધિવેશનના આયોજન દરમિયાન આ મહિલા કાર્યકર્તા ઉપસ્થિત રહી હતી. જેની સાથે ફિરોજ ખાને યૌન શોષણ કર્યું હતુ.

આ વિશે ફિરોજ ખાને પોતાના પર લગાવેલા આરોપને નકારી દેતા જણાવ્યું કે આ એકદમ ખોટો આરોપ છે. આ મહિલા કાર્યકર્તા સાથે જે કંઇ પણ કોમ્યુનિકેશન થયું છે પહેલા મેલ પર થયું છે.

એનએસયૂઆઇના રાષ્ટ્રીય પ્રભારી રુચિ ગુપ્તાએ જમાવ્યું કે આ બાબતે કોઇ સીધી ફરિયાદ મળી નથી. મીડિયાના માધ્યમથી ફરિયાદની જાણકારી મળી છે. તેમ છતાં પણ આ ગંભીર બાબત છે. આ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટીના રિપોર્ટ બાદ જ કોઇ નિર્ણય લેવાશે.

TAGGED:
Share This Article