બનાસકાંઠામાં વરસાદના કારણે અનેક રસ્તા અને ડાયવર્ઝન ધોવાઇ ગયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બનાસકાંઠામાં વરસાદના કારણે અનેક રસ્તા અને ડાયવર્ઝન ધોવાઇ ગયા છે. ત્યારે કાંકરેજના શિહોર ખાતે આવેલા ઉંબરી પાસેનો રસ્તો ધોવાઇ જતા ભારે હાલાકી સામે આવી છે. દૃશ્યોમાં જોઇ શકાય છે, કે લોકો રેલવે બ્રિજ પરથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. કારણ કે બનાસ નદી પાસે આવેલો ડાયવર્ઝન ધોવાઇ ગયો છે. અને સ્થાનિક લોકોને અવરજવર કરવા માટે અન્ય રસ્તો નથી. ત્યારે મજબૂરીમાં લોકો રેલવે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. બ્રિજ પર જ્યારે રેલ આવી જાય, ત્યારે લોકોએ બાજુના પિલ્લર નીચે સંતાઇને બેસી રહેવું પડે છે. પરંતુ આ પ્રકારની અવરજવરજ જોખમી બની શકે છે. ક્યારેય પણ દુર્ઘટના સર્જાવાનો ભય રહે છે. શિહોરી-પાટણ અવરજવર કરનાર લોકોને પણ હાલાકી પડી રહી છે. તેથી લોકોની માગ છે કે રસ્તો અથવા ડાયવર્ઝન બનાવી આપવામાં આવે જેથી મુશ્કેલીનો હલ થાય. નહીંતર, આ પ્રકારની અવરજવર જોખમી બની શકે છે.

Share This Article