સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના નેતૃત્વ હેઠળ, જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગ રૂપે, આજે અમદાવાદમાં “કોન્કર HPV અને કેન્સર કોન્ક્લેવ 2025” (HPV અને કેન્સર પર જીત મેળળવા માટેની ખાનગી સભા 2025) શરૂ કરવામાં આવી હતી.
ભારત હજી પણ HPV સંબંધિત રોગો, ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જે દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે. HPV અને કેન્સર વિશેના ICO/IARC ઇન્ફર્મેશન સેન્ટર (2023) અનુસાર, ભારતમાં વાર્ષિક 1.23 લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત 77,000થી વધુ મૃત્યુના કેસ નોંધાય છે. આ ઉપરાંત, 90% એનલ (ગુદા સંબંધિત) કેન્સર અને 63% પેનાઇલ (શિશ્ન સંબંધિત) કેન્સર HPV સાથે સંકળાયેલા છે. અમદાવાદના કાર્યક્રમમાં, તબીબી નિષ્ણાતોની એક પેનલે જાહેર આરોગ્ય પર HPVના પ્રભાવો વિશે વિગતવાર ચર્ચા કરી. પેનલમાં ડૉ. અભય શાહ – વરિષ્ઠ બાળરોગ નિષ્ણાત અને ID કન્સલ્ટન્ટ, ડિરેક્ટર – ડૉ. અભય કે શાહ ચિલ્ડ્રન હોસ્પિટલ, મણિનગર, અમદાવાદ. પ્રમુખ AOP ગુજરાત 2013. સભ્ય ACVIP 2018-19, 20-21. અધ્યક્ષ, ઇન્ફેક્શસ ડિસીઝ (ચેપી રોગો) ચેપ્ટર ઓફ IAP 2015, ડૉ. દર્શના કે. ઠક્કર – કન્સલ્ટન્ટ OB-GYN. સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી – સ્પર્શ ફાઉન્ડેશન, “હેલ્થ કાફે”ના સ્થાપક, ડૉ. ઉન્મેશ ઉપાધ્યાય – વિસ્મય ચાઇલ્ડકેર હોસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન (બાળકોના ડૉક્ટર), તાત્કાલિક ભૂતપૂર્વ પ્રમુખ પીડિયાટ્રિક એસોસિએશન અમદાવાદ, ADVAC ફેલો 2024 (એડવાન્સ્ડ કોર્સ ઓફ વેક્સિનોલોજી), ડૉ. વિરલ પટેલ – ગાયનેકોલોજિક ઓન્કોલોજિસ્ટ અને રોબોટિક સર્જન, એચસીજી આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદ, ડૉ. અંજના ચૌહાણ – કન્સલ્ટન્ટ ગાયનેક કેન્સર સર્જન, રેડિયન્સ હોસ્પિટલ, અમદાવાદ. ભારતમાં આ પ્રકારની પ્રથમ HPV ક્લિનિક શરૂ કરનારા. અધ્યક્ષ – ઓન્કોલોજી કમિટી, IMS નિષ્ણાતો સામેલ હતા.
આ સત્રનું સંચાલન ડૉ. ચેતન ત્રિવેદી કરવામાં આવ્યું હતું – જેઓ નેહા ચિલ્ડ્રન હોસ્પિટલ મણિનગર, અમદાવાદ ખાતે સિનિયર પીડિયાટ્રિશિયન અને ID કન્સલ્ટન્ટ ડિરેક્ટર, 2023માં એઓપી ગુજરાતના પ્રમુખ, 2023ના IPA PEDICONના Org Sec છે. સાથે મળીને, તેમણે જાગૃતિની તાત્કાલિક જરૂરિયાત, કિશોરો અને માતાપિતા બંને સુધી પહોંચવાનું મહત્વ અને નિવારણ કરવા માટેની સારસંભાળને યોગ્ય દિશા આપવા માટે આરોગ્યની સારસંભાળની સેવાના પ્રદાતાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
વક્તાઓએ એ વાત ભાર મૂક્યો કે HPV ફક્ત સર્વાઇકલ કેન્સર પૂરતું મર્યાદિત નથી. તે યોનિ, ગુદા, શિશ્ન અને ઓરોફેરિન્ક્સના કેન્સર સાથે પણ સંકળાયેલું છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેને અસર કરે છે. 15થી 25 વર્ષની ઉંમર વચ્ચે HPVના ચેપનો ફેલાવો સૌથી વધુ થાય છે, તેથી વહેલી જાગૃતિ લાવવી અને સમયસર નિવારક પગલાં લેવા આવશ્યક છે. હવે ઉપલબ્ધ HPVની સસ્તી રસી વડે, HPV સંબંધિત વિવિધ કેન્સરથી દરેક વ્યક્તિને રક્ષણ આપવાનું વધુ સરળ બન્યું છે.
“દેશભરમાં આયોજિત આ કોન્ક્લેવ દ્વારા, અમારું લક્ષ્ય Human Papillomavirus (HPV) (હ્યુમન પેપિલોમાવાયરસ) અને સર્વાઇકલ તથા અન્ય કેન્સર સાથે તેની કડી વિશે સમજ વધારવાનું છે,” સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેશમુખે જણાવ્યું હતું. “તબીબી નિષ્ણાતો, આરોગ્યની સારસંભાળ ક્ષેત્રના કાર્યકરો અને સમુદાયના સભ્યોને એકસાથે લાવીને, આ ફોરમ ખુલ્લા સંવાદને તથા વહેલા નિદાન અને નિવારણ તરફ લેવાતા વ્યવહારુ પગલાંને પ્રોત્સાહન આપે છે.”
અમદાવાદ કોન્ક્લેવનું (ખાનગી સભાનું) સમાપન પ્રેક્ષકો સાથે ખુલ્લા સંવાદ સાથે થયું, જે અભિયાનના આ વ્યાપક લક્ષ્યને અનુસરે છે: જાણકારીસભર નિર્ણય અને સમુદાયની સંડોવણીથી અટકાવી શકાતા કેન્સરનો બોજ ઘટાડવાનું. આ પહેલ આગામી મહિનાઓમાં દેશભરના શહેરોમાં ચાલુ રહેશે, જે જનતાને શિક્ષિત અને સશક્ત બનાવવા માટે આરોગ્યની સારસંભાળ ક્ષેત્રના વિશ્વસનીય મહાનુભાવો માટે પ્લેટફોર્મ બનાવશે.
પુણેમાં મુખ્ય મથક ધરાવતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, વિશ્વમાં સૌથી વધુ માત્રામાં રસીનું ઉત્પાદન કરતી કંપની છે અને તેણે ભારતમાં અને વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્યને બહેતર બનાવવામાં લાંબા સમયથી ભૂમિકા ભજવી છે.
યાદ રાખવા જેવી બાબતો: વિશ્વમાં સૌથી મોટી માત્રામાં રસીનું ઉત્પાદન કરતી કંપની, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, 5 દશકથી વધુ સમયથી સસ્તી અને ઉચ્ચ-ગુણવત્તાવાળી આવિષ્કારક રસીઓ પ્રદાન કરવામાં મોખરે રહી છે. વૈશ્વિક સ્તરે જીવનનું રક્ષણ કરવાના લક્ષ્ય સાથે, સીરમ ઇન્સ્ટિટ્યૂટે ભારતની પહેલી સ્વદેશી રીતે વિકસિત, કોઈપણ લિંગ માટે ઉપયોગી, ક્વાડ્રિવલન્ટ HPV રસી, Cervavacના લોન્ચ સાથે જાહેર આરોગ્યમાં એક સીમાચિહ્નરૂપ યોગદાન આપ્યું છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેને આપી શકાય છે. ભારતમાં સ્ત્રીઓમાં કેન્સર થવાનું બીજું મુખ્ય કારણ સર્વાઇકલ કેન્સર છે. સર્વાઇકલ કેન્સરનું જોખમ ધરાવતી (15 વર્ષથી વધુ ઉંમરની) મહિલાઓની સંખ્યા 511.4 મિલિયન (51.4 કરોડ) છે. સર્વાઇકલ કેન્સરના નવા કેસોની વાર્ષિક સંખ્યા: 1,23,907 , સર્વાઇકલ કેન્સરને લીધે મૃત્યુની વાર્ષિક સંખ્યા: 77,348
સ્ત્રોત: ICO/IARC Information Centre on HPV and cancer 2023 (HPV અને કેન્સર વિશેનું ICO/IARC માહિતી કેન્દ્ર 2023)
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વિશે- સાયરસ પૂનાવાલા ગ્રૂપનો હિસ્સો, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, રસી ઉત્પાદનના ક્ષેત્રમાં વૈશ્વિક અગ્રણી છે, જે વિશ્વભરમાં સસ્તી રસીઓ પૂરી પાડવા માટે સમર્પિત છે. યુએસ, યુકે અને યુરોપ સહિત 170+ દેશોમાં હાજર, SIIને વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની હોવાનું ગૌરવ પ્રાપ્ત છે. SIIPLનું બહુવિધ કાર્યકારી ઉત્પાદન અને પુણેના હડપસર અને મંજરીમાં સૌથી મોટી ઉત્પાદન સુવિધાઓમાંથી એક સુવિધાએ 4 અબજ ડોઝની વાર્ષિક ક્ષમતા સાથે, આટલા વર્ષોમાં 3 કરોડથી વધુ લોકોના જીવ બચાવ્યા છે.
1966માં સ્થાપિત SIIPLનો પ્રાથમિક ધ્યેય જીવનરક્ષક રોગપ્રતિકારક દવાઓનું ઉત્પાદન કરવાનો છે, જેમાં પોષણક્ષમતા અને સુલભતા પર ખાસ ભાર મૂકવામાં આવે છે. વૈશ્વિક સ્વાસ્થ્ય સુધારવા માટેની સશક્ત પ્રતિબદ્ધતાને લીધે, કંપનીએ ડિપ્થેરિયા, ટેટનસ, પેર્ટ્યુસિસ, HIB, BCG, r-હેપેટાઇટિસ B, ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલા જેવી આવશ્યક રસીઓના ભાવ ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. નોંધનીય છે કે, તેઓ વિશ્વની સૌથી સસ્તી PCV ‘Pneumosiil’ના (ન્યુમોસિલ), ભારતની પ્રથમ સ્વદેશી qHPV રસી ‘Cervavac’ના (સર્વાવેક) અને મલેરિયાગ્રસ્ત પ્રદેશોમાં બાળકોમાં ઉપયોગ માટે અધિકૃત કરાયેલી મલેરિયાની બીજી રસી R21/Matrix-M™ના, વિશ્વની પ્રથમ Pentavalent (ACYWX) Meningococcal Polysaccharide Conjugate Vaccine (પેન્ટાવેલેન્ટ (ACYWX) મેનિન્ગોકોકલ પોલિસેકરાઇડ કન્જુગેટ રસી) ‘મેનફાઇવ’ જે બાળરોગના નિષ્ણાતો દ્વારા ઉપયોગ માટે માન્ય અને WHO દ્વારા મૂલ્યાંકન કરાયેલી છે, તેના ઉત્પાદકો છે.
વૈશ્વિક સ્તરે તેની હાજરીને વધારવા અને રસીની વ્યાપક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, SIIએ યુકેમાં એક પેટાકંપની, સીરમ લાઇફ સાયન્સિસ લિમિટેડ અને યુએસમાં એક પેટાકંપની, સીરમ આઇએનસી.ની સ્થાપના કરી છે. નવીનતા લાવવાના અવિરત પ્રયાસ દ્વારા, SII પરવડે તેવી રસીઓના ઉમદા લક્ષ્યમાં પાવરધા બનવાનું ચાલુ રાખે છે, જે વિશ્વભરમાં લાખો લોકોના જીવનને સકારાત્મક અસર કરે છે.