જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલથી હૈદરાબાદ ખાતે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. ભારત બીજી ટેસ્ટ પણ જીતીને શ્રેણી ૨-૦થી જીતી લેવા માટે સજ્જ છે. બીજી બાજુ વેસ્ટ ઇન્ડિઝના નેતૃત્વમાં વિન્ડીઝની ટીમ તેની છાપને સુધારી દેવાના હેતુથી મેદાનમાં ઉતરશે. પ્રથમ ટેસ્ટ મેચમાં કંગાળ રમત રમ્યા બાદ ટીમની વ્યાપક ટિકા થઇ રહી છે. આવી Âસ્થતીમાં વિન્ડીઝની સામે કેટલાક પડકારો રહેલા છે. શ્રેણીનો વિસ્તૃત કાર્યક્રમ નીચે મુજબ છે.
- ૧૨-૧૬ ઓક્ટોબર : હૈદરાબાદમાં બીજી ટેસ્ટ મેચ
- ૨૧મી ઓક્ટોબર : ગુવાહાટીમાં પ્રથમ ડેનાઇટ વનડે
- ૨૪મી ઓક્ટોબર : ઇન્દોરમાં બીજી ડેનાઇટ વનડે
- ૨૭મી ઓક્ટોબર : પુણેમાં ત્રીજી ડેનાઇટ વનડે
- ૨૯મી ઓક્ટોબર : મુંબઈમાં ચોથી ડેનાઇટ વનડે
- પહેલી નવેમ્બર : થિરુવંતનપુરમમાં પાંચમી ડેનાઇટ વનડે
- ચોથી નવેમ્બર : કોલકાતામાં પ્રથમ ટ્વેન્ટી
- છઠ્ઠી નવેમ્બર : લખનૌમાં બીજી ટ્વેન્ટી મેચ
- ૧૧મી નવેમ્બર : ચેન્નાઈમાં ત્રીજી ટ્વેન્ટી મેચ