સિરિયલ બ્લાસ્ટની સાથે સાથે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોલંબો : એક પછી એક આઠ પ્રચંડ બોમ્બ ધડાકાઓના કારણે આજે સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું. સાથે સાથેદુનિયાભરમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. સિરિયલ બ્લાસ્ટમાં ૨૦૦થી વધુ લોકોના મોત થયા છે. જેમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોના પણ મોત થયા છે. શ્રીલંકામાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટની સાથે સાથે નીચે મુજબ છે.

  • શ્રીલંકામાં એકપછી એક આઠથી વધુ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થતા શ્રીલંકાની સાથે સાથે સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો
  • આઠથી વધુ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ૨૦૦થ વધુ લોકોના મોત થયા અને સેંકડો લોકો ઘાયલ થયા
  • બ્લાસ્ટ બાદ સમગ્ર શ્રીલંકામાં રાત્રિ સંચારબંધીની જાહેરાત કરવામાં આવી
  • આત્મઘાતી હુમલાને લઈને થોડાક દિવસ પહેલા જ ત્યાંના પોલીસ પ્રમુખે ચેતવણી આપી હતી
  • શ્રીલંકામાં બોમ્બ બ્લાસ્ટ બાદ એલર્ટની જાહેરાત કરવામાં આવી
  • શ્રીલંકામાં બ્લાસ્ટની શરૂઆત સવારે ૮.૪૫ વાગે કરાઈ ત્યારબાદ એકપછી એક બ્લાસ્ટનો સિલસિલો શરૂ થયો
  • બ્લાસ્ટ પૈકી સેન્ટએન્થોની ચર્ચ, કોલંબો સેન્ટ સેબેસ્ટીયન ચર્ચ, મેગમ્બો બત્તીગોલોવા ચર્ચમાં બ્લાસ્ટ
  • શ્રીલંકામાં બ્લાસ્ટની સમગ્ર દુનિયા દ્વારા નિંદા કરવામાં આવી
  • શ્રીલંકા બ્લાસ્ટની ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નિંદા કરી
  • કોલંબોમાં ઈસ્ટરના દિવસે ચર્ચમાં પ્રાર્થના માટે લોકો ભેગા થયા હતા ત્યારે બ્લાસ્ટનો સિલસિલો શરૂ કરવામાં આવ્યો
  • શ્રીલંકા બ્લાસ્ટ બાદ તમામ જગ્યાઓએ ઉંડી ચકાસણીનો દોર શરૂ થયો
  • મૃત્યુ પામેલા વિદેશી નાગરિકોની સંખ્યા ૩૫થી વધુ દર્શાવવામાં આવી
  • સમગ્ર શ્રીલંકામાં સ્કુલ, કોલેજા, સરકારી સંસ્થાઓમાં પ્રાથમિક રુપે રજાની જાહેરાત કરાઈ
  • ૨૩મી એપ્રિલ સુધી સ્કુલ, કોલેજા અને સરકારી સંસ્થાઓમાં રજાની જાહેરાત કરાઈ
  • શ્રીલંકન પોલીસ સહિત તમામ સુરક્ષા જવાનોની રજા રદ કરવામાં આવી
  • ભારત ઉપરાંત બ્રિટન, અમેરિકા, માલદીવ અને પાકિસ્તાન દ્વારા પણ હુમલાની નિંદા કરવામાં આવી
  • આઠથી વધુ બોમ્બ બ્લાસ્ટમાં ઘાયલ લોકો પૈકી અનેક હાલતની ગંભીર જણાવવામાં આવી

 

Share This Article