સેરેનાની હવે ૨૪મી ગ્રાન્ડ સ્લેમ પર નજર કેન્દ્રિત થઇ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ન્યુયોર્ક : યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સેરેના વિલિયમ્સ હવે નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે. સેરેનાએ હજુ સુધી કુલ ૨૩ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા જીતી છે. હવે તે ૨૪મી ગ્રાન્ડ સ્લેમ જીતવા માટે ઉત્સુક છે. જા સેરેના વધુ એક ગ્રાન્ડ સ્લેમ જીતી જવામાં સફળ થઇ જશે તો તે સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ જીતવાના માર્ગારેટના રેકોર્ડ સુધી પહોંચી જશે. હવે આ સિદ્ધીથી તે એક પગલા દુર રહી છે.

સેરેનાએ હજુ સુધી ગ્રાન્ડ સ્લેમમાં ૩૨ ફાઇનલ રમી છે. જે પૈકી ૨૩મી ફાઇનલ મેચ જીતી ચુકી છે. યુએસ ઓપનની વાત કરવામાં આવે તો તે નવ ફાઇનલ મેચમાં રમી ચુકી છે. જે પૈકી છમાં જીત મેળવી ચુકી છે. સેરેના વિલિયમ્સ જોરદાર દેખાવ કરીને આગેકુચ કરવા માટે ઉત્સુક છે. સેરેના વિલિયમ્સે હજુ સુધી ઓસ્ટ્રેલિયન ઓપનની વાત કરવામાં આવે તો સાત વખત આ ટ્રોફી જીતી છે. યુએસ ઓપનનો તાજ છ વખત જીતી લીધો છે. બીજી બાજુ સેરેનાને રોકવા માટે બિયાંકા પણ જોરદાર ટક્કર આપવા માટે તૈયાર છે. બિયાંકાએ કહ્યુ છે કે સેરેના તમામ માટે આદર્શ ખેલાડી તરીકે રહી છે. તેની પણ તે આદર્શ ખેલાડી છે.

Share This Article