મેલબોર્ન : મેલબોર્ન ખાતે આજે રમાયેલી બીજી વન ટ્વેન્ટી મેચ વરસાદના કારણે આખરે રદ કરી દેવામાં આવી હતી. ત્રણ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા ૧-૦ની લીડ ધરાવે છે. આજે વરસાદના કારણે એક ઈનિંગ્સની રમત જ શક્ય બની હતી. ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહેમદની શાનદાર બોલીંગના લીધે વરસાદ ગ્રસ્ત મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓ મેદાનમાં ટકી શક્યા ન હતા અને ૧૯ ઓવરમાં ૭ વિકેટે ૧૩૨ રન બનાવી શક્યા હતા. ૧૯મી ઓવરની પુર્ણાહુતિ બાદ વરસાદની શરૂઆત થઈ હતી અને મેચ રોકી દેવામાં આવી હતી. ડક વર્થ લુઈસ પદ્ધતિના આધારે ૧૯ ઓવરમાં ભારતને ૧૩૭ રન બનાવવાની જરૂર હતી. ત્યારબાદ આ ટાર્ગેટને બદલીને ૧૧ ઓવરમાં ૯૦ રન કરી દેવામાં આવ્યો હતો.
જાકે ત્યારબાદ પણ રમત શક્ય બની ન હતી. આખરે મેચને રદ કરી દેવામાં આવી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાની પાસે શ્રેણીમાં ૧-૦ની લીડ છે. ત્રીજી મેચ હવે સિડનીમાં ૨૫મી નવેમ્બરના દિવસે રમાશે. અગાઉ બ્રિસ્બેનના મેદાન પર ૨૧મી નવેમ્બરના દિવસે રમાયેલી ટ્વેન્ટી શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર અતિરોમાંચક મેચમાં ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે ચાર રને જીત મેળવી હતી. જીતવા માટેના ૧૭ ઓવરમાં ૧૭૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ૧૭ ઓવરમાં સાત વિકેટે ૧૬૯ રન કરી શકી હતી. ૨૧મી નવેમ્બરના દિવસે રમાયેલી મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ હવે તેમની વચ્ચે રમાયેલી કુલ મેચો પૈકી છ મેચો જીતી લીધી છે.
વર્ષ ૨૦૧૫-૧૬ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમનો દેખાવ જારદાર રહ્યો હતો. સ્ટાર બેટ્સમેન સ્ટિવ સ્મિથ, ડેવિડ વોર્નર હજુ સુધી ટીમની બહાર છે છતાં પણ ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાની છેલ્લી ટી-૨૦ શ્રેણીમાં ૩-૦થી Âક્લનસ્વીપ કરવામાં સફળતા મેળવી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાને પાકિસ્તાનની સામે ટી-૨૦ શ્રેણીમાં ૦-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહની બોલિંગ આજે પણ શાનદાર રહી હતી. સતત બીજી મેચમાં ભારતીય બોલરોની બોલિંગ શાનદાર રહી હતી. બીજી મેચ પણ લો સ્કોરીંગ રહી હતી. અલબત્ત, બીજી મેચમાં વરસાદ વિલન બનતા નિરાશા હાથ લાગી.