મુંબઇ: શેરબજારમાં આજે રેકોર્ડ ઉંચી સપાટી જોવા મળી હતી. નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર અમેરિકા અને મેક્સિકો સહમત થયા બાદ વૈશ્વિક બજારમાં રહેલી તેજીની અસર શેરબજારમાં જાવા મળી હતી. સેંસેક્સ ૨૦૩ પોઇન્ટ ઉછળીને ૩૮૮૯૭ની સપાટીએ પહોંચ્યો હતો. આવતીકાલે સેંસેક્સે ૩૯૦૦૦ની સપાટી ઉપર પહોંચી જાય તેવી શક્યતા છે. નિફ્ટી આજે ૪૭ પોઇન્ટ ઉછળીને ૧૧૭૩૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રા ડે દરમિયાન સેંસેક્સે એક વખતે ૩૮૯૩૮ની સપાટી હાસલ કરી હતી. વ્યÂક્તગત શેરોમાં રિલાયન્સમાં ૨.૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૮ ટકાનો ઉછાળો રહ્યો હતો.
શેરબજારમાં હાલમાં ઉથલપાથલ રહી શકે છે. કારણ કે, ઓગસ્ટ સિરિઝમાં ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની અવધિ પૂર્ણ થઇ રહી છે. ગુરુવારના દિવસે આ અવધિ પૂર્ણ થશે. માઇક્રો મોરચે પણ નવા આંકડા જારી કરવામાં આવનાર છે. જૂન ત્રિમાસિક ગાળા માટે જીડીપીના આંકડા શુક્રવારે જારી કરાશે. કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે, જીડીપીનો આંકડો ૭.૬ ટકા રહી શકે છે. ૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથનો આંકડો ૭.૭ ટકા રહ્યો હતો. જુલાઈ ફિસ્કલ ડેફિસિટના આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. તે દિવસે જુલાઈ મહિના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા પણ જારી કરવામાં આવનાર છે.
આરબીઆઈના ફોરેક્સ રિઝર્વના ડેટા પણ શુક્રવારના દિવસે જારી કરાશે જેની રૂપિયા ઉપર સીધી અસર જાવા મળી શકે છે. કેટલીક કંપનીઓ દ્વારા જુન ત્રિમાસિક કમાણીના આંકડા હજુ જારી કરવામાં આવ્યા નથી. જેટ એરવેઝા દ્વારા કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. આ ઉપરાંત અન્ય ઘણી કંપનીઓ પણ છે જેના પરિણામ હજુ જાહેર કરવામાં આવનાર છે. જેટ એરવેઝા દ્વારા આગામી સપ્તાહમાં જૂન ત્રિમાસિકગાળાના કમાણીના આંકડા જારી કરાશે. બોર્ડ મિટિંગ પણ યોજાનાર છે. બીજી બાજુ રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા ધિરાણ મર્યાદાને વધારવા માટે શેર ધારકોની મંજુરી મેળવવામાં આવી છે. ડીએચએફએલ દ્વારા તેના બિઝનેસને વધારવા માટે મૂડી ઉભી કરવામાં આવનાર છે.
કંપની ખાનગી પ્લેસમેન્ટના આધાર પર બોન્ડ જારી કરીને ૨૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. આવી જ રીતે પાવરગ્રીડનું કહેવું છે કે તે બોન્ડ અથવા તો ડિબેન્ચર મારફતે ૨૦૦૦૦ કરોડ ઉભા કરવા શેર હોલ્ડરોની મંજુરી મેળવશે. તેની વાર્ષિક જનરલ બેઠક ૧૮મી સપ્ટેમ્બરના દિવસે મળનાર છે. ગઇકાલે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સમાં ૪૪૨ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. આની સાથે જ સેંસેક્સ ૩૮૬૯૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૧૩૫ પોઇન્ટ ઉછળીને ૧૧૬૯૧ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બીજી બાજુ શેરબજારમાં હાલના સમયમાં તેજીનો માહોલ રહ્યો છે.
એક વર્ષના ગાળામાં જ આરઆઈએલ, ટીસીએસ, બજાજ ફાઈનાન્સના શેરમાં નવી ઉંચી સપાટી જોવા મળી છે. ડાબર, ઇન્ડિયા બુલ્સ, વેન્ચર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ટોરેન્ટ ફાર્મા સહિતના શેરમાં પણ નવી ઉંચી સપાટી જાવા મળી છે. નિફ્ટી ૫૦ની ત્રણ કંપનીઓ રિલાયન્સ, ટીસીએસ અને બજાજના શેરમાં છેલ્લા એક વર્ષમાં ૬૦ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. શેરબજારમાં હાલમાં કારોબારી સાવધાન થયેલા છે.