મુંબઇ : શેરબજારમાં આજે ઉથલપાથલનો દોર રહ્યો હતો. કારોબારના અંતે શેરબજારમાં ફ્લેટ Âસ્થતિ રહી હતી. અશોક લેલેન્ડના શેરમાં ૧૦ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. બીએસઈ સેંસેક્સ આજે માત્ર અઢી પોઇન્ટ ઘટીને ૩૫૧૪૨ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ ૧૦૫૭૬ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટીએ ૧૦૬૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. જા કે, સેંસેક્સ ૩૫૦૦૦ની સપાટીને જાળવવામાં સફળ રહ્યો હતો. ટીસીએસ, ઇન્ફોસીસ, સનફાર્માના શેરમાં ઘટાડો રહ્યો હતો. સન ફાર્માના શેરમાં સાત ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં સુધારો રહ્યો હતો.
ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના લીધે ફુગાવાનો આંકડો ૫.૨૮ ટકા થયો છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ચાર મહિનાની ઉંચી સપાટીથી ક્રૂડમાં ૧૮ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. સીપીઆઇ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા બાદ હવે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઈ)ના આંકડા જારી કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો વધીને ૫.૧૩ ટકા થયો હતો જે ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકાની નીચી સપાટીએ હતો. વધુમાં ગુરુવારના દિવસે ભારતના વેપાર બેલેન્સ આંકડા પણ જારી કરવામાં આવનાર છે. શેરબજારમાં હાલમાં બે દિવસની રજા રહી હતી.શેરબજારમાં કારોબાર બાદ ગઇકાલે સીપીઆઈ ફુગાવાના આંકડા ઓક્ટોબર મહિના માટેના જારી કરવામાં આવ્યા હતા. એકબાજુ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો સપ્ટેમ્બર મહિનામાં આંશિકરીતે વધીને ૪.૫ ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના શાનદાર દેખાવના લીધે આંકડામાં સુધારો થયો છે.
બીજી બાજુ સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે. સપ્ટેમ્બરના મહિનામાં આ આંકડો ૩.૭૭ ટકા હતો. પ્રાયમરી ગુડ્ઝ ગ્રોથનો આંકડો માસિક આધાર પર ૨.૬ ટકાના દરે યથાત રહ્યો છે. સીપીઆઈ આધારિત ફુગાવો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે જે સપ્ટેમ્બર મહિનામાં આનાથી વધારે હતો. સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો વધીને ૩.૭૭ ટકા રહ્યો હતો જે ઓગસ્ટ મહિનામાં ૩.૬૯ ટકા હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી હતી મંગળવારે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૩૩૨ પોઇન્ટ ઉછળીને ૩૫૧૪૪ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૦ પોઇન્ટ ઉછળીને ૧૦૫૮૩ની સપાટીએ રહ્યો હતો.