મુંબઇ: શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૪૫ પોઇન્ટ ઘટીને ૩૮૬૪૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ચાર પોઇન્ટ ઘટીને ૧૧૬૮૦ની નીચી સપાટીએ રહ્યો હતો. ઓઇલથી ટેલિકોમ સુધીના ક્ષેત્રમાં કારોબાર ધરાવનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ૨.૭૫ ટકાનો ઘટાડો થયો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૨.૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. લ્યુપિન અને ડો. રેડ્ડીના શેરમાં વધારો નોંધાયો હતો.
નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧. ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. ટેક મહિન્દ્રા અને અન્ય શેરોમાં પણ તેજી રહી હતી. જા કે, નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૦.૧૫ ટકાનો ઘટાડો રહેતા યશ બેંકના શેરમાં કડાકો બોલી ગયો હતો. એશિયન શેરબજારમાં પણ નવેસરથી દબાણની સ્થિતિ રહી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેડવોરને લઇને આક્રમક વલણ અપનાવી રહ્યા છે. ઘણા ઉભરતા માર્કેટમાં કરન્સીમાં અફડાતફડી જાવા મળી રહી છે. ગઇકાલે ગુરૂવારના દિવસે સેંસેક્સ ૩૩ પોઇન્ટ ઘટીને ૩૮૬૯૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૫ પોઇન્ટ ઘટીને ૧૧૬૭૭ની નીચી સપાટીએ રહ્યો હતો.
સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. ડીએચએફએલ દ્વારા તેના બિઝનેસને વધારવા માટે મૂડી ઉભી કરવામાં આવનાર છે. કંપની ખાનગી પ્લેસમેન્ટના આધાર પર બોન્ડ જારી કરીને ૨૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે.આવી જ રીતે પાવરગ્રીડનું કહેવું છે કે તે બોન્ડ અથવા તો ડિબેન્ચર મારફતે ૨૦૦૦૦ કરોડ ઉભા કરવા શેર હોલ્ડરોની મંજુરી મેળવશે.