મુંબઇઃ શેરબજારમા આજે સવારે મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. શરૂઆતી કારોબારમાં સેંસેકેસમાં ૩૦૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૮૫ પોઇન્ટ ઘટીને ૩૭૬૮૩ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૬ પોઇન્ટ ઘટીને ૧૧૩૬૩ની નીચી સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન તીવ્ર મંદી રહી હતી. અમેરિકા અને તુર્કી વચ્ચે વધતા જતા સંઘર્ષની અસર દુનિયામાં દેખાઇ રહી છે. તેની અસર શેરબજારમાં જોવા મળી હતી.
સોમવારના દિવસે શેરબજારમાં નવા સત્રની શરૂઆત મંદી સાથે થઇ હતી. સ્વતંત્રતા દિવસના પ્રસંગે બુધવારના દિવસે શેરબજારમાં રજા રહેશે. કમાણીના આંકડા જારી કરવામાં આવી રહ્યા છે જેમાં ઇન્ડિયા બુલ્સ દ્વારા ૧૪મી ઓગસ્ટના દિવસે પરિણામ જાહેર કરાશે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરને લઇને રોકાણકારોનો આત્મવિશ્વાસ ઘુટી રહ્યો છે. ડોલર સામે રૂપિયામાં ઉથલપાથલ પણ દેખાઈ રહી છે. રૂપિયો શુક્રવારના દિવસે ૧૫ પૈસા ઘટીને ૬૮.૮૩ની સપાટીએ રહ્યો હતો. નુકસાનને રિકવર કરતા પહેલા રૂપિયો ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રૂપિયામાં આ વર્ષમાં સાત ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે.
માર્કેટની દિશા નક્કી કરવામાં હવે મોનસુનની ભૂમિકા રહી શકે છે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે.સ્કાઈમેટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વર્ષની મોનસૂનની આગાહીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સામાન્ય કરતા ઓછા વરસાદ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇ દ્વારા હાલમાં જ તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરી હતી. જેમાં આરબીઆઇ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ પહેલી ઓગષ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી મુજબ જ રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે.
રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. પહેલી ઓગષ્ટના દિવસે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો હતો. આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો હતો તેમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.