શેરબજારમાં આજે ઉદાસીન માહોલ જોવા મળ્યો હતો. રજાના ગાળામાં કારોબારીઓ હાલ કોઇ વધારે રોકાણ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી. બેંચમાર્ક બીએસઈ સેંસેક્સ ૧૮૧ પોઇન્ટ ઘટીને ૪૧૪૬૧ની સપાટી પર રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી બેંક, ટીસીએસ, લાર્સન એન્ડ ટુબ્રો જેવા હેવીવેઇટ શેરમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. બીજી બાજુ ઓએનજીસી અને પાવર ગ્રીડ જેવા શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આજે એચસીએલ ટેક, આરઆઈએલ, એચડીએફસી બેંકમાં મોટો ઘટાડો રહ્યો હતો. સેંસેક્સમાં ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ૨૧૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૪૧૪૨૩ રહી હતી. એનએસઈમાં નિફ્ટી ૪૯ પોઇન્ટ ઘટીને ૧૨૨૧૩ની નીચી સપાટીએ રહ્યો હતો. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરમાં ઇન્ટ્રાડેના ગાળા દરમિયાન ૪.૨ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો.
સરકાર દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી રહી છે તેવા અહેવાલ વચ્ચે તેમાં ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં આજે ફ્લેટ લાઈન રહી હતી. મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૦૭ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૮૧૩ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૧ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૩૮૩ રહી હતી. એશિયન શેરબજારમાં ઘટાડાની સ્થિતિ રહી હતી. આવતીકાલે બુધવારના દિવસે શેરબજારમાં ક્રિસમસના પ્રસંગે રજા રહેશે. જીડીપી ગ્રોથમાં ઘટાડો અને કેટલાક પોલિસી નિર્ણયને લઇને નકારાત્મક માહોલ રહ્યો હોવા છતાં ૨૦૧૯માં એફપીઆઈ દ્વારા જંગી રોકાણ કરવામાં આવ્યું છે. આંકડો ૧.૩ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. છેલ્લા છ વર્ષના ગાળામાં ઇકવીટીમાં ૯૭૨૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે જે છ વર્ષમાં સૌથી વધારે છે. ડેબ્ટ માર્કેટમાં રોકાણનો આંકડો એફપીઆઈ દ્વારા ૨૭૦૦૦ કરોડનો રહ્યો છે. અન્ય નાણાં પણ હાઈબ્રીડ ઇન્સ્ટ›મેન્ટથી આવી છે. વિદેશી મૂડીરોકાણકારોએ વર્ષ ૨૦૧૯માં ભારતીય બજારમાં હજુ સુધી ૧.૩૩ લાખ કરોડનું જંગી રોકાણ કર્યું છે. એશિયન શેરબજારમાં રજાનો માહોલ છવાયેલો છે.
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજૂતિ થયા બાદ કોર્પોરેટ કમાણીમાં વધારો થઇ શકે છે. સાથે સાથે નિકાસને પ્રોત્સાહન મળી શકે છે. જાપાન અને દક્ષિણ કોરિયાના શેરમાં બજારમાં જોરદાર કડાકો બોલી ગયો છે. આબંનેમાં ક્રમશઃ ૦.૧૪ ટકા અને ૦.૫૪ ટકાનો ઘટાડો રહ્યો છે. આવતીકાલે રજા બાદ જ્યારે કારોબાર શરૂ થશે ત્યારે ડિસઇન્વેસ્ટમેન્ટના મુદ્દા ઉપર જોરદાર ચર્ચા રહી શકે છે. પીએસયુ ઇન્ડેક્સમાં આજે ૦.૧૨ ટકાનો ઘટાડો રહ્યો હતો.