મુંબઇ: શેરબજારમાં આજે પણ મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ ૧૪૦ પોઈન્ટ ઘટીને ૩૮૦૧૮ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૩ પોઈન્ટ ઘટીને ૧૧૪૭૭ની નીચી સપાટીએ રહ્યો હતો. તેલની કિંમતોમાં વધારો અને ડોલર સામે રૂપિયામાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે મૂડીરોકાણકારો હાલમાં ખૂબ જ સાવધાન રહેલા છે. વધારે રોકાણ કરવાના મૂડમાં નથી. રિલાયન્સના શેરમાં આજે ૧.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. સેન્સેક્સના જે શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો તેમાં રિલાયન્સનો સમાવેશ થાય છે. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સમાં ૦.૯ ટકાનો ઘટાડો થયો હતો. મોટાભાગના અર્થશા†ીઓ માને છે કે એફએમસીજી શેરમાં પરીબળો ખૂબ મજબૂત દેખાઈ રહ્યા છે.
આ સેકટરમાં તેજી રહેવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. ભારતમાં પ્રભુત્વ ધરાવનાર સર્વિસ સેકટરમાં ગયા મહિનામાં ઓછી ગતિએ આગેકૂચ થઈ હતી. નબળી માંગ અને વધતા જતા ખર્ચના પરિણામ સ્વરૂપે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. ઓગસ્ટ મહિનામાં પીએમઆઈ આંકડા ૫૧.૫ ટકા સુધી રહ્યા હતા. હાલમાં જ જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા હતા જેમાં જૂન ત્રિમાસિક ગાળામાં ઉલ્લેખનીય સ્થિતિ રજૂ કરવામાં આવી હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે દેશનો ગ્રોસ ડોમેÂસ્ટક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ રેટ રેકોર્ડ ગતિએ વધીને ૮.૨ ટકા સુધી પહોંચી ગયો છે. જીડીપી ગ્રોથરેટ છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૭.૭ ટકા હતો જ્યારે અગાઉના નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૫૯ ટકા હતો.
તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી કરતા પણ વધારે ઉંચો ગ્રોથરેટ રહ્યો છે. ભારત સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે હોવાની વિગત હવે સ્પષ્ટ થઇ ચુકી છે. બીજા ત્રિમાસિક ગાળામાં ચીનમાં ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટાના બીજા સેટમાં આ કોર સેક્ટરમાં ગ્રોથ રેટ જુલાઈમાં ૬.૬ ટકા રહ્યો છે જે કોલસા, રિફાઈનરી, સિમેન્ટ, ફર્ટીલાઇઝરમાં હેલ્થી ઉત્પાદનનું ચિત્ર રજૂ કરે છે. શેરબજારમાં ગઈકાલે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે રૂપિયામાં ઘટાડો રહેતા તેની અસર પણ જાવા મળી હતી. ગઈકાલે મંગળવારના દિવસે બીએસઈ સેંસેક્સ ૧૫૫ પોઇન્ટ ઘટીને ૩૮૧૫૮ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૬૨ પોઇન્ટ ઘટી ૧૧૫૨૦ની નીચી સપાટીએ રહ્યો હતો.