મુંબઇ: શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ ૨૨૪ પોઈન્ટ ઉછળીને ૩૮૨૪૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૦ પોઈન્ટ ઉછળીને ૧૧૫૩૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેકટર ઈન્ડેક્ષની વાત કરવામાં આવે તો નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં ૨.૭ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. વ્યક્તિગત શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં ૨.૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. કારોબારના અંતે આજે તેના શેરની કિંમત ૧૨૫૯ રહી હતી. એશિયન શેરબજારમાં પણ સતત છઠ્ઠા કારોબારી સેશનમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહી હતી. તેલ કિંમતોમાં આંશિક ઘટાડો થયો છે. સોનાને લઈને ફરી એકવાર માંગ વધી રહી છે.
ઉભરતા બજારોમાં મૂડીરોકાણકારોનો વિશ્વાસ હચમચી ઉઠ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને લઈને પણ પરિસ્થિતિ ગંભીર બની રહી છે. શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ માટે અનેક પરીબળો જવાબદાર દેખાઈ રહ્યા છે. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. અરબિંદો ફાર્મા અને બાયોકોનના શેરમાં સૌથી વધુ ઉછાળો જાવા મળ્યો હતો. ગઇકાલે બુધવારે કારોબારના અંતે સેન્સેક્સ ૧૪૦ પોઈન્ટ ઘટીને ૩૮૦૧૮ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૩ પોઈન્ટ ઘટીને ૧૧૪૭૭ની નીચી સપાટીએ રહ્યો હતો.
ભારતમાં પ્રભુત્વ ધરાવનાર સર્વિસ સેકટરમાં ગયા મહિનામા ઓછી ગતિએ આગેકૂચ થઈ હતી. નબળી માંગ અને વધતા જતા ખર્ચના પરિણામ સ્વરૂપે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. ઓગસ્ટ મહિનામાં પીએમઆઈ આંકડા ૫૧.૫ ટકા સુધી રહ્યા હતા. હાલમાં જ જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા હતા જેમાં જૂન ત્રિમાસિક ગાળામાં ઉલ્લેખનીય સ્થિતિ રજૂ કરવામાં આવી હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ રેટ રેકોર્ડ ગતિએ વધીને ૮.૨ ટકા સુધી પહોંચી ગયો છે. જીડીપી ગ્રોથરેટ છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૭.૭ ટકા હતો જ્યારે અગાઉના નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૫૯ ટકા હતો. તમામ અર્થશા†ીઓની ગણતરી કરતા પણ વધારે ઉંચો ગ્રોથરેટ રહ્યો છે.
ભારત સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે હોવાની વિગત હવે સ્પષ્ટ થઇ ચુકી છે. બીજા ત્રિમાસિક ગાળામાં ચીનમાં ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટાના બીજા સેટમાં આ કોર સેક્ટરમાં ગ્રોથ રેટ જુલાઈમાં ૬.૬ ટકા રહ્યો છે જે કોલસા, રિફાઈનરી, સિમેન્ટ, ફર્ટીલાઇઝરમાં હેલ્થી ઉત્પાદનનું ચિત્ર રજૂ કરે છે.