મુંબઇ : શેરબજારમાં વેચવાલીનું મોજુ આજે આગળ વધ્યું હતું. ધારણા પ્રમાણે જ વેચવાલી જારી રહેતા વેચવાલી વચ્ચે સેંસેક્સ ૩૦૬ પોઇન્ટ ઘટીને ૩૮૦૩૧ની નીચી સપાટીએ રહ્યો હતો. એચડીએફસીના શેરમાં પાંચ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો તેના શેરમાં સૌથી મોટો ઘટાડો આજે જોવા મળ્યો હતો. યશ બેંકના શેરમાં આજે ૯.૫૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બ્રોડર નિફ્ટીમાં ૮૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૩૩૭ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૮૪ પોઇન્ટનો ઘટાડો થયો હતો જેથી તેની સપાટી ૧૩૯૯૪ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૩૧૫૭ની સપાટી રહી હતી તેમાં ૧૫૪ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ફેબ્રુઆરી ૨૦૧૭ બાદ સૌથી વધુ નીચી સપાટી જોવા મળી હતી.
બજેટમાં કેટલાક પગલા એવા લેવાયા હતા જેના લીધે અફડાતફડી જોવા મળી રહી છે. સેક્ટરની વાત કરવામાં આવે તો ફાઈનાન્સિયલ સર્વિસના શેરમાં સૌથી વધુ કડાકો બોલાયો હતો. બેંક, એફએમસીજી અને રિયાલીટીના શેરમાં પણ મોટો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં ૩૪૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૮૯૩ રહી હતી. એચડીએફસી, બજાજ સહિતના શેરમાં છ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ઉત્પાદનવાળા પટ્ટામાં ઓછા વરસાદથી સરકારની સાથે સાથે કૃષિ સમુદાય પણ ચિંતાતુર છે. હજુ સુધી ૧૭મી જુલાઈ સુધીના આંકડા દર્શાવે છે કે, વરસાદ નોર્મલ કરતા ૧૫.૮ ટકા ઓછો રહ્યો છે.
સાપ્તાહિક વરસાદ સામાન્ય કરતા ૧૯.૮ ટકા ઓછો રહ્યો છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારે ઉથલપાથલ વચ્ચે એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં હજુ સુધી સ્ટોકમાંથી ૭૭૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સુપરરિચ ટેક્સની જાહેરાત બજેટ ૨૦૧૯-૨૦માં કરવામાં આવ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર બનેલા છે. એફપીઆઈ દ્વારા અગાઉના પાંચ મહિનામાં ઇÂક્વટી સેગ્મેન્ટમાં જંગી નાણાં ઠાલવ્યા હતા. આંકડા દર્શાવે છે કે, પહેલી જુલાઈથી ૧૯મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઇÂક્વટીમાંથી વિદેશી રોકાણકારોએ ૭૭૧૨.૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જા કે, ડેબ્ટ સેગ્મેન્ટમાં આ ગાળા દરમિયાન ૯૩૭૧.૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. એફપીઆઈની સાથે સાથે ઉંચા ટેક્સ સરચાર્જની અસર પણ જોવા મળી રહી છે. કેન્દ્રીય બજેટમાં પાંચમી જુલાઈના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સૌથી અમીર લોકો ઉપર ટેક્સ સરચાર્જમાં વધારો કર્યો હતો જેની અસર વિદેશી રોકાણકારો ઉપર જોવા મળી રહી છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતો, ડોલર સામે રૂપિયાની ચાલ જેવા પરિબળો પણ શેરબજાર ઉપર અસર કરશે.