નવી દિલ્હી: નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની સત્તામાં વાપસી થઇ રહી છે ત્યારે જુદી જુદી આગાહી પણ કરવામાં આવી રહી છે. એસએન્ડપી બીએસઇ સેંસેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળે તેવી શક્યતા છે. સેંસેક્સ અને નિફ્ટી બંને ટૂંકા ગાળામાં જ ક્રમશઃ ૪૦ હજાર અને ૧૨૦૦૦ની સપાટી કુદાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. એનડીએ સરકારની બહુમતિ સાથે વાપસી થઇ રહી છે ત્યારે અહેવાલોને લઇને નવી આશા બજારમાં દેખાઈ રહી છે. પોલીસી વ્યવસ્થામાં કેટલાક ફેરફાર થઇ શકે છે. સેંસેક્સ જૂન ૨૦૨૦ સુધી ૪૫૦૦૦ની સપાટી સુધી પહોંચી શકે છે જ્યારે નિફ્ટી પણ નવી ઉંચી સપાટી ઉપર પહોંચી શકે છે.
ઇન્ડિયા રિસર્ચ અને ઇન્ડિયા ઇક્વિટીના વ્યૂહાત્મક વડા રિધમ દેસાઈએ માહિતી આપતા કહ્યું છે કે, જૂન ૨૦૨૦ સુધી સેંસેક્સ નવી ઉંચી સપાટી ઉપર પહોંચી શકે છે. માર્કેટમાં ગ્રોથ સાયકલ નવી ઉંચી સપાટી ઉપર પહોંચવાના સંકેત દેખાઈ રહ્યા છે. અર્થતંત્ર અને પોલિસી મોરચા ઉપર મોર્ગન સ્ટેન્લીના નિષ્ણાતોનું કહેવું છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા થોડાક મહિનામાં હળવું વલણ અપનાવવામાં આવી શકે છે. ચૂંટણી પરિણામો આવવાની શરૂઆત થયા બાદ જુદા જુદા વલણ પણ બદલાઈ રહ્યા છે.
પોર્ટફોલિયો વ્યૂહરચનાને ધ્યાનમાં લેવામાં આવે તો એશિયન પેઇન્ટ્સ અને ઇન્ટર ગ્લોબ એવિએશન દ્વારા કેટલીક બાબતો ઉપર ધ્યાન આપવામાં આવી શકે છે. રિપોર્ટમાં દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં ભારત ઉભરતા માર્કેટ તરીકે છે. કન્ઝ્યુમર અને ઇન્ડસ્ટ્રીયલની દ્રષ્ટિએ તેજી આવી શકે છે. ફાઈનાન્સિયલ અને ડિફેન્સ સેક્ટરમાં પણ તેજી રહેશે. હેલ્થ કેર અને ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં સુધારો રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે.