સિનિયર બૉલીવુડ એક્ટર અન્નુ કપૂરને આવ્યો હાર્ટ અટેક,  અનુ કપૂર હોસ્પિટલમાં દાખલ કરાયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બૉલીવુડમાં અભિનેતાઓને હાર્ટ અટેક આવવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. તાજેતરમાં જ આપણે રજૂ શ્રીવાસ્તવ જેવા સીનીયર કોમેડિયનને ગુમાવ્યા હતા. તેઓને જિમમાં હાર્ટ અટેક આવી ગયો હતો. તો આજે ફરી કૈંક આ જ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. સિનિયર બૉલીવુડ એક્ટર અનુ કપૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર તેઓની છાતીમાં દુઃખાવો ઉપડ્યો હોવાનું માનવમાં આવી રહ્યું છે. 

દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં તબિયત લથડવાના કારણે તેઓને દાખલ કરવામાં આવ્યા છે.બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર અને હોસ્ટ અન્નુ કપૂરને ગુરુવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત હવે સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું  છે.

અન્નુ કપૂર ઈન્ડસ્ટ્રીનું જાણીતું અને મોટું નામ છે. તેમણે પોતાના ૪૦ વર્ષના કરિયરમાં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેઓની તબિયત સુધરી રહી છે. અભિનેતાએ ૧૦૦થી વધુ ફિલ્મો તેમજ ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.  જો કે  લોકો તો તેઓને સૌથી વધારે અંતાક્ષરીને કારણે જ ઓળખે છે. એક અભિનેતા, ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને ગાયક તરીકેની તેમની કારકિર્દી ૪૦ વર્ષથી વધુ લાંબી છે. તેઓ અભિનય ઉપરાંત, અન્નુ ‘સુહાના સફર વિથ અન્નુ કપૂર’ નામનો રેડિયો શો પણ કરે છે, જે ૯૨.૭ 7 BIG FM પર પ્રસારિત થાય છે. તેમણે પોતાની કારકિર્દીમાં નેશનલ એવોર્ડ, ફિલ્મફેર એવોર્ડ અને ટીવી એકેડેમી એવોર્ડ જીત્યા છે.

Share This Article