દીકરીઓને સ્વરક્ષણ માટે DREAM FOUNDATIon દ્વારા સેલ્ફ ડિફેન્સ અંગે સેમિનારનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદના નિકોલ વિસ્તારમા આવેલ સૃષ્ટિ વિદ્યાવિહાર શાળામાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ-ડિફેન્સ નિષ્ણાત અમનદીપ સિંઘ ગોત્રા દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પર તાલીમ આપવામાં આવી હતી. જેમાં 60થી વધુ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને વિવિધ રક્ષણાત્મક તકનીકો શીખી હતી. સેમિનારમાં અમનદીપ સિંઘ ગોત્રા અને તેમની ટીમે શાળાની વિદ્યાર્થીનીઓ ને શીખવ્યું કે જ્યારે તેઓ ઘરેલુ હિંસા, જાતીય સતામણી, ઈવ-ટીઝિંગ, અપહરણ, ચેઈન- સ્નેચિંગ બળાત્કાર વગેરે જેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવું.

Dream Foundation 2 1

ટ્રેનીંગ દરમ્યાન વિધાર્થિનીઓને સ્વ – બચાવ 10 સંવેદનશીલ ભાગો પર હુમલો કરવાની રીત શીખવવામા આવી હતી જેનાથી તેઓ સ્વબચાવ કરવામા સફળતા મેળવી શકે. સેમિનારમાં અંતે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સ્વ- બચાવની તાલીમ મેળવેલ વિદ્યાર્થીનીઓ ને તાલીમ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ યજ્ઞેશભાઇ અને તેઓના શિક્ષકગણે સમાજમાં જાગૃતતા લાવવા માટે અવારનવાર આવા સેમિનાર થાય તે બાબત પર ભાર મૂક્યો હતો.

Share This Article