- ડીકાર્બોનાઇઝેશન પહેલને આગળ ધપાવવા માટે OCBC, રેઝર અને UBS સાથે સહયોગ કરશે
સેમ્બકોર્પ ઇંડસ્ટ્રીઝ (સેમ્બકોર્પ) દ્વારા આજે ઈજિપ્તમાં 27માં
યુનાઈટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ (COP27) માં સિંગાપોર પેવેલિયનમાં પોતાના કાર્બન
મેનેજમેંટ સોલ્યુશન્સ કોર્પોરેટ વેંચર, ગોનેટઝીરો (GONETZERO TM ) નો શુભારંભ કરવામાં આવ્યો.
વન સ્ટૉપ પુનઃપ્રાપ્ય ઊર્જા અને કાર્બન મેનેજમેંટ સોલ્યુશન્સ પાર્ટનર
GoNetZero™ ની સ્થાપના સમસ્ત એશિયામાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રના અગ્રણી તરીકે સેમ્બકોર્પની
ઓફરિંગને પૂર્ણતા આપે છે. પુનઃપ્રાપ્ય ઊર્જા સર્ટિફિકેટ અને કાર્બન ક્રેડિટ ની સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા અને
એનવાઇરનમેન્ટલ એટ્રિબ્યુટ પોર્ટફોલીઓ મેનેજમેંટ માટે વન સ્ટૉપ એક્સેસ ઓફર કરીને
GoNetZero™ પોતાના ગ્રાહકો સાથે તેમના કોર્પોરેટ ક્લાઇમેટ એક્શન પ્લાનને સમર્થન આપવા માટે
કામ કરે છે.
GoNetZero™ ના સહ-સંસ્થાપક અને પ્રમુખ એનજી લે સૅમે કહ્યું, “વૈશ્વિક નેટ શૂન્ય ઉત્સર્જનની ચાવી
કોર્પોરેટ્સ પાસે છે. GoNetZero™ કોર્પોરેટ્સને તેમના ડીકાર્બોનાઇઝેશનના લક્ષ્યોને હાંસલ કરવા માટે
પુનઃપ્રાપ્ય ઊર્જા સર્ટિફિકેટથી માંડીને કાર્બન ક્રેડિટ સુધીના તમામ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.”
રિયલ ટાઇમ વેરિફાઇડ પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા વાળો સહયોગી મંચ
સેમ્બકોર્પના ઊંડા એન્જીનિયરીંગ અને ડિજિટલ કુશળતાથી સમર્થિત GoNetZero™ બ્લોકચેન
ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને એક સહયોગી ડિજિટલ પ્લૅટફૉર્મ બને છે.
GoNetZero™ ના પ્લૅટફૉર્મ સંસ્થાપક અને સેમ્બકોર્પના ચીફ ડિજિટલ ઓફિસર ચાર્લ્સ કોહે કહ્યું, “અમે
બ્લૉકચેન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને GoNetZero™ ડિજિટલ પ્લૅટફૉર્મ બનાવ્યો છે. આ પ્લૅટફૉર્મ
રિયલ ટાઈમમાં સ્રોતની પુનઃપ્રાપ્ય ઊર્જાની ચકાસણી કરવાની ક્ષમતા સાથે એનાલિટિક્સ, રિપોર્ટિંગ
અને ટ્રેકિંગ ટૂલ પ્રદાન કરે છે. કોર્પોરેટ ગ્રાહકો તેમનો ક્લાઇમેટ એક્શન પ્લાન સંપૂર્ણ વિશ્વાસ અને
પારદર્શિતા સાથે લાગુ કરી શકે છે.”
ડીકાર્બોનાઇઝેશન પહેલ માટે અગ્રણી કોર્પોરેટ્સ સાથે ભાગીદારી
GoNetZero™ના લૉન્ચિંગ સાથે આ ઉદ્યોગની પ્રમુખ કંપનીઓ (પરિશિષ્ટ જુઓ)ના સહયોગથી અનેક
પહેલોની જાહેરાત કરવામાં આવી હતી.
OCBC બઁક નાણાંકીય સહાયની સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સર્ટિફિકેટ એગ્રીગેશન પ્રોગ્રામ માટે
GoNetZero™ સાથે ભાગીદારી કરી રહી છે. આ કાર્યક્રમનો હેતુ કોર્પોરેટ્સને વિવિધ પહેલોના
માધ્યમથી પુનઃપ્રાપ્ય ઊર્જા લાગુ કરવા અને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ કાર્યક્રમના
પ્રથમ ચરણમાં સિંગાપોર સ્થિત કંપનીઓને ટાર્ગેટ કરાશે અને દક્ષિણ-પૂર્વ એશિયામાં તેનો વિસ્તાર
કરવાની યોજના છે.
ગેમર્સ માટેના અગ્રણી વૈશ્વિક લાઈફસ્ટાઇલ બ્રાન્ડ રેઝરે ગયા અઠવાડિયામાં પોતાની સસ્ટેનેબિલિટી
સર્વિસ રેસ્ટોરીફાઈની શરૂઆત કરી હતી. આ કંપનીની ફાઇનાન્સિયલ ટેક્નોલૉજી શાખા રેઝર ફિનટેકથી
સુશોભિત રેસ્ટોરીફાઈ ઉપભોક્તા અને વ્યવસાય બન્ને માટે ટ્રેસ કરવા યોગ્ય અને આંશિક કાર્બન ન્યૂટ્રલ
ચેકઆઉટ પ્રદાન કરે છે. GoNetZero™ અને ESGપીડિયા સાથેની તેની ભાગીદારીને લીધે આ શક્ય
બન્યું છે.
GoNetZero™સાથે મળીને સિંગાપોરમાં UBS, એનર્જીટૅગ સર્ટિફિકેશન સ્ટાન્ડર્ડનું પાલન કરીને
સિંગાપોરમાં ખરીદવામાં આવતી પુનઃપ્રાપ્ય ઊર્જા પર એશિયામાં પહેલી વાર કલાકના હિસાબે વીજ
વપરાશની ચકાસણી કરી રહી છે. GoNetZero™ ના બ્લૉકચેન આધારિત ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉપયોગ
કરીને UBS ના સિંગાપોર ઓફિસમાં ચાલતો આ પ્રથમ પ્રોજેક્ટ કાર્બન ફૂટપ્રિન્ટમાં વધુ ઘટાડો લાવવાના
માર્ગો ઓળખી કાઢવા માટે ટાઇમ બેઝ્ડ ગ્રેન્યુલર વેરિફિકેશન અને ટ્રેકિંગની સંભાવના દર્શાવશે.
EDBના કોર્પોરેટ વેંચર લૉન્ચપેડ દ્વારા સમર્થન
GoNetZero™ ને EDB ના કોર્પોરેટ વેંચર લૉન્ચપેડ 2.0 નું સમર્થન હતું, જેને સિંગાપોરથી વૈશ્વિક સ્તર
પર સ્પર્ધાત્મક વ્યવસાયોમાં વિકસિત થવાની ક્ષમતા ધરાવતી ઇનોવેટિવ બિઝનેસ આઇડિયા વિકસિત
કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ હતું.
31 ડિસેંબર 2022 ના રોજ સમાપ્ત થતાં નાણાંકીય વર્ષ માટે સેમ્બકોર્પ ઇંડસ્ટ્રીઝની પ્રતિ શેર આવક
અને પ્રતિ શેર નેટ એસેટ વેલ્યૂ પર આ જાહેરાતની કોઈ અસર થઈ નથી.