SEMBCORPને ભારતમાં 300 મેગાવોટ સોલર પ્રોજેક્ટ માટે LOA એનાયત કરાયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સિંગાપોર : સેમ્બકોર્પ ઈન્ડસ્ટ્રીઝે (સેમ્બકોર્પ), તેની સંપૂર્ણ માલિકીની રિન્યુએબલ પેટાકંપની ગ્રીન ઈન્ફ્રા વિન્ડ એનર્જી લિમિટેડ (જીઆઈડબલ્યુઈએલ)ના માધ્યમથી, એનએચપીસી લિમિટેડ (એનએચપીસી) તરફથી 300 મેગાવોટ ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ (ધ પ્રોજેક્ટ) માટે લેટર ઑફ એવોર્ડ (એલઓએ) પ્રાપ્ત થયો છે. ભારત સરકારનું એક ઉદ્યમ એવું એનએચપીસી હાઇડ્રોપાવરના વિકાસ માટે ભારતમાં એક અગ્રણી સંસ્થા છે. બિલ્ડ-ઓન-ઓપરેટ પ્રોજેક્ટ આ વર્ષની શરૂઆતમાં એનએચપીસી દ્વારા જારી કરાયેલ 3 ગીગાવોટ બિડનો એક ભાગ છે.

તેના લેટર ઑફ એવોર્ડ (એલઓએ)માં, NHPCએ જીઆઇડબ્લ્યૂઆઈએલ (GIWEL)ના અંતિમ પ્રસ્તાવને સ્વિકારવાની પુષ્ટિ કરી છે અને પ્રોજેક્ટમાંથી વીજળી ખરીદવા માટે પ્રતિબદ્ધ છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, પ્રોજેક્ટમાંથી વીજળી ઉત્પાદન 25 વર્ષના લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ એનએચપીસીને વેચવામાં આવશે. પ્રોજેક્ટ 2026માં વાણિજ્યિક કામગીરી માટે તૈયાર થવાની અપેક્ષા છે, અને આંતરિક ભંડોળ અને દેવાના મિશ્રણ દ્વારા ભંડોળ પૂરૂં પાડવામાં આવશે.

GIWELએ તાજેતરમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 228 મેગાવોટની ઓપરેશનલ વિન્ડ એસેટ્સ ધરાવતા બે સ્પેશિયલ પર્પઝ વ્હિકલ હસ્તગત કરવા માટે લીપ ગ્રીન એનર્જી પ્રાઈવેટ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટ સાથે, ભારતમાં સેમ્બકોર્પનો ગ્રોસ રિન્યુએબલ પોર્ટફોલિયો 3.7 ગીગાવોટ સુધી પહોંચી જશે. આનાથી વૈશ્વિક સ્તરે સેમ્બકોર્પની કુલ નવીકરણીય ક્ષમતા 13 ગીગાવોટ થઈ જાય છે, જેમાં વિલંબિત 473 મેગાવોટનું સંપાદન બાકી છે.

પ્રોજેક્ટનો એવોર્ડ વ્યવસાયના સામાન્ય ક્રમમાં છે અને 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ માટે સેમ્બકોર્પની શેર દીઠ કમાણી અને શેર દીઠ ચોખ્ખી વાસ્તવિક અસ્કયામતો પર કોઈ અસર કરશે નહીં.

Share This Article