રાજસ્થાનમાં જોધપુર એનસીબીની ટીમે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવતા ૧૯.૯૩૦ કિલોગ્રામ અફીણની ભૂકી સાથે ૫૬.૮૫૦ કેલોગ્રામ અફીણ પકડ્યું છે. એનસીબી તથા અન્ય કોઇ એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા અત્યાર સુધી પકડાયેલી અફીણની સૌથી મોટી જપ્તી છે. આ જપ્તી રાષ્ટ્રીય રાજમાર્ગ-૮ પર પિપલાજ ટોલ પ્લાઝાની નજીક એક ટ્રકમાંથી પકડવામાં આવી છે, જે ઘણાં સમયથી એકત્રિત કરાય રહેલ માહિતીના આધારે સંભવ બન્યું છે. આ બાબતે ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા માદક દ્રવ્યોનું મૂળ ઝારખંડનો ચતરા જિલ્લો બતાવવામાં આવી રહ્યો છે.
એક અન્ય સમાચાર મુજબ એનસીબી, મુંબઇની ટીમને મુંબઇ એરપોર્ટ પરથી ઉચ્ચ ગ્રેડની ૪.૩૦૦ કિલોગ્રામ કોકેઇન જપ્ત કરવામાં સફળતા મળી છે. આ ચાલુ વર્ષ દરમિયાન ૪ કિલોથી વધુ કોકેઇનની જપ્તીનો બીજો કિસ્સો છે. પહેલી ૪ કિલોની જપ્તી એનસીબીની ટીમે કોચીનમાં કરી હતી. આ કાર્યવાહી ઇંટેલિજેંસ આધારિત હતી, જેમાં બે વિદેશી નાગરિકો (પેરૂ)ની પ્લેનમાંથી ઉતરતા જ તપાસ કરવામાં આવી અને કોકેઇની જપ્તી કરવામાં આવી. બન્ને વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે અને આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે.