પેટ્રોલ, ડીઝલ અને સી.એન.જી. ગેસ ડીસ્પેન્સર બાબતે ગ્રાહક સુરક્ષા વધુ સઘન બનાવવાના ઉદ્દેશથી કાનૂનીમાપ વિજ્ઞાન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લીમીટેડના સંયુકત ઉપક્રમે તા.૨૭/૧૧/૨૦૧૯ના રોજ અમદાવાદ ખાતે ‘ગુણવત્તા નિયંત્રણ’ વિષય પર વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં સીલીંગ પ્રક્રિયા, ઇ-કેલ લોગ્સ, કે-ફેકટરમાં ફેરફાર, તોલમાપના સીલ સાથે છેડછાડ, તોલમાપ પ્રમાણપત્રની ચકાસણી, મધર બોર્ડમાં એકસ્ટ્રા ફીટીંગ જેવા પેટ્રોલ-ડીઝલ પંપના ગુણવત્તા નિયંત્રણના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ટેકનોલોજીના દુરૂપયોગને કાબૂમાં રાખવા કેવા પગલાં લેવા જોઇએ તથા વિવિધ ઓટોમેશન સુવિધાઓ વિશે કાનૂનીમાપ વિજ્ઞાન તંત્રના અધિકારીઓ/કર્મચારીઓને, બીપીસીએલના અમદાવાદ તેમજ સુરત જિલ્લાના સેલ્સ અધિકારીઓ અને ઇજનેરોને આ વર્કશોપમાં માહિતગાર કરવામાં આવ્યા હતા.
ટેમ્પો ટ્રાવેલરમાં એસી, પલંગ, ગાદલા સહિતની સુવિધા, રોજ પુરુષોની લાઇનો લાગતી, તપાસ કરતા પોલીસ ચોંકી ગઈ
જામનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા જેમાં, રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર કુટણખાનું ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો...
Read more