અજમેરમાં સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર માત્ર મુસ્લિમો જ નહીં પરંતુ હિન્દુઓ પણ માથું ટેકવે છે. અહીં દૂર-દૂરથી લોકો શ્રદ્ધાની ચાદર ચઢાવવા આવે છે. પરંતુ આ સંગઠને પવિત્ર દરગાહને લઈને મંદિર-મસ્જિદનો વિવાદ પણ ઉઠાવ્યો છે અને હવે સર્વેની માંગણી કરી રહી છે. અંજુમન કમિટીએ હિન્દુ સંગઠનના આ દાવા સામે વાંધો ઉઠાવ્યો છે. અંજુમન કમિટીના સેક્રેટરી વાહિદ અંગારાએ કહ્યું કે સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ માટે કંઈપણ ખોટું સહન કરવામાં આવશે નહીં.
જાે કોઈ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.દેશભરમાં ધાર્મિક સ્થળો પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અજમેરની ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી દરગાહમાં શિવાલય હોવાનો દાવો ચર્ચામાં છે. એક હિન્દુ સંગઠને દરગાહની જગ્યાને મંદિર હોવાનો દાવો કરીને ચિશ્તી દરગાહના સર્વેની માંગ કરી છે. આ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ પત્ર લખવામાં આવ્યો છે. જેના કારણે હવે અજમેરની આ પ્રખ્યાત દરગાહની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
અજમેરની દરગાહ સંબંધિત આ નવા દાવા બાદ અજમેર જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે. દરગાહની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ પણ દરગાહની મુલાકાત લઈ રહ્યા છે. દરગાહની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ગુરુવારે, અજમેરના જીડ્ઢસ્ સિટી ભાવના ગર્ગે પણ દરગાહની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. હિંદુવાદી સંગઠન મહારાણા પ્રતાપ સેનાએ અજમેરમાં હઝરત મોઇનુદ્દીન ચિશ્તીના દરગાહ જે અગાઉ મંદિર હોવાનો દાવો કરીને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પાસે સર્વેની માંગ કરી છે.
મહારાણા પ્રતાપ સેનાના રાજવર્ધન સિંહ પરમારે દાવો કર્યો હતો કે દરગાહની દિવાલો અને બારીઓમાં હિંદુ ધર્મ સાથે સંબંધિત પ્રતીકો છે. પરમારે જણાવ્યું હતું કે તેમની માંગ છે કે દરગાહનો સર્વે ASI દ્વારા કરવામાં આવે.