માર્ગ સુરક્ષામાં સુધારાના ઇરાદા સાથે સુધારવામાં આવેલા મોટર વ્હીકલ કાનુન રાષ્ટ્રીય સ્તર પર અમલી બની ગયા બાદ કેટલાક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે આને અમલી કરવામાં આવ્યા બાદ કઠોર નિયમો અને દંડી રકમને લઇને લોકોમાં રોષ છે. આ નવા કાનુનમાં ટ્રાફિક સાથે જોડાયેલી તમામ ગલતિ પર દંડની રકમને વધારી દેવામાં આવી છે. જેને લઇને લોકો વાંધો ઉઠાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ સરકારે આ કઠોર નિયમોને લાગુ કરવાનો ઇન્કાર કરી દીધો છે. કેટલાક રાજ્યો લોકોની નારાજગીને ધ્યાનમાં લઇને તેને અમલી કરવા ફરી વિચારણા કરી રહ્યા છે.
રાજસ્થાન સરકાર અને અન્ય કેટલીક રાજ્ય સરકારોએ કહ્યુ છે કે દંડની રકમની સમીક્ષા કર્યા બાદ આ સંબંધમાં અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. આ નિયમો લાગુ થયા બાદ જે રીતે દંડ કરવામાં આવી રહ્યા છે તેનાથી લોકોમાં ભારે બેચેની છે. સીટ બેલ્ટ ન લગાવી દેવાની સ્થિતીમાં ૩૦૦ રૂપિયાના બદલે એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવી રહ્યો છે. પ્રદુષણ સર્ટિ અપડેટ ન હોવાની સ્થિતીમાં એક હજાર રૂપિયાના બદલે ૧૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના આડેધડ દંડની રકમ લાગુ કરવાની બાબત કોઇને ગળે ઉતરી રહી નથી. સુધારવામાં આવેલા મોટર વાગન કાનુનમાં દંડની રકમ વધારી દેવાનો મુખ્ય હેતુ લોકોને સાવધાન કરવા સાથે સંબંધિત છે. અમારા દેશમાં ટ્રાફિક નિયમોને લઇને ભારે બેદરકારી રહે છે. નિયમોને ગંભીરતાથી અમલી કરવામાં આવતા નથી. દંડની રકમ ઓછી હોવાના કારણે પણ કેટલાક લોકો ટ્રાફિક નિયમોને ગંભીરતાથી પાળી રહ્યા ન હતા. કેટલાક લોકો તો નિયમોનો જાણી જોઇને પાલન કરતા નથી.
આ લોકો કહે છે કે જો પકડી પણ લેવામાં આવશે તો સસ્તામાં છુટી જવાશે. કેટલાક લોકો માટે ટ્રાફિક નિયમોને તોડવાની બાબત તો શાનની બાબત પણ બની ગઇ છે. માર્ગો પર અરાજકતા માટે આ એક મોટુ કારણ છે. તેજ ગતિથી ગાડી ચલાવવાના કારણે દરરોજ કોઇને કોઇ ગમખ્વાર અકસ્માત થાય છે. મોટી સંખ્યામાં લોકો શરાબ પીને ગાડી ચલાવે છે. જેના કારણે અન્યોને ટક્કર મારી દેવામાં આવે છે. હેલ્મેટ ન પહરેવા માટે લોકો ટેવાયેલા છે. કેટલીક વખત હેલ્મેટ ન પહેરવાના કારણે માથામાં નાનકડી ચોટ પણ મોતનુ કારણ બની જાય છે. રોડ રેજ અમારા માર્ગોની સ્થાયી સમસ્યા તરીકે છે. આ બાબત ચોક્કસપણે કમનસીબ છે કે દુનિયામાં મોટા ભાગના માર્ગ અકસ્માતો ભારતમાં થાય છે. માર્ગ અકસ્માતોમાં સૌથી વધારે મોત ભારતમાં જ થાય છે.
આવી સ્થિતીમાં એક રસ્તો દેખાય છે કે દંડની રકમ એટલા હદ સુધી વધારી દેવામાં આવે કે લોકો ટ્રાફિકના નિયમોને પાળવા માટે આગળ આવે. તેમને નિયમો પાળવાની ફરજ પડી જાય. ધીમે ધીમે લોકો ટ્રાફિકના નિયમો પાળવા લાગે તે માટે જુદા જુદા પગલા લેવાની જરૂર છે. નવા કાયદા અમલી કરવામાં આવ્યા બાદ તરત જ હલ્મેટ ખરીદવા અને પ્રદુષણ પ્રમાણ બનાવી લેવા માટેની પ્રક્રિયા ઝડપી બની છે. જનતા પર ભારે દંડની સાથે સાથે રસ્તાની સારી સ્થિતી પણ જરૂરી બની છે.