કલમ-૩૫ એ દુર કરી  દેવાથી શુ લાભ …

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૫-એ દુર કરવામાં આવશે તો તેના કારણે અસંખ્ય લાભ મળનાર છે. આના કારણે સ્થાનિક લોકોની સાથે સાથે દેશના લોકોને લાભ થશે. દેશના હિતમાં આ એક મોટો નિર્ણય સાબિત થઇ શકે છે.  કેટલાક લોકો એમ પણ માની રહ્યા છે કે વડાપ્રધાન મોદી ટુંક સમયમાં જ કલમ ૩૭૦ અને કલમ ૩૫ એને સમાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સરકાર અને સુત્રોનુ કહેવુ છે કે આ માત્ર સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે છે. રાજ્યમાં તૈનાત રહેલા સુરક્ષા કર્મચારીઓને આરામ આપવાના હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.૩૫-એ દુર થશે તો ક્યા લાભ થશે

  • સૌથી પહેલા તો બેવડી નાગરિકતા ખતમ થઇ જશે
  • જમ્મુકાશ્મીરમાં આર્થિક વિકાસની ગતિ ઝડપી બની શકે
  • ત્રાસવાદમાં ઘટાડો થઇ શકે છે
  • કાશ્મીરમાં યુવાનોને મોટા પાયે રોજગારી મળી શકે
Share This Article