જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી જોરદાર રાજકીય અને વહીવટી ઘટનાક્રમનો દોર ચાલી રહ્યો છે. આ હલચલ વચ્ચે મોદી સરકાર શુ કરવા જઇ જઇ રહી છે તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી છે. કેન્દ્ર સરકાર ખુબ જ ગુપ્ત રીતે મોટા પ્લાન સાથે આગળ વધી રહી છે. તમામ રાજકીય પક્ષો પણ આને લઇને હજુ સુધી તો માત્ર અટકળો જ લગાવી રહ્યા છે. જો કે એક બાબત તો બિલકુલ સ્પષ્ટ છે કે દશકો સુધી ત્રાસવાદના સકંજામાં રહ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાનો માર્ગ તો ખુબ જ મુશ્કેલ અને પડકારરૂપ છે. મુશ્કેલ માર્ગને જ સરળ બનાવવાના પ્રયાસો હવે શરૂ કરવામાં આવી ચુક્યા છે.
તમામ લોકોને પ્રશ્ન સતાવી રહ્યો છે કે જો સરકાર કલમ ૩૫-એને સમાપ્ત કરે છે તો પરિણામ શુ આવશે. આમાં કોઇ શંકા નથી કે પેઢીઓથી સત્તા સુખ ભોગવી રહેલા નેતાઓ અને અલગતાવાદી દ્વારા હિંસક વિરોધ કરવામાં આવી શકે છે. આ પૈકી કટ્ટરપંથીઓ દ્વારા ગેરમાર્ગે દોરાયેલા યુવાનો પાસેથી પથ્થરમારો કરાવી શકે છે. એક બાબત તો નક્કી છે કે સમજાવવા અને ન સમજે તો કઠોર રીતે કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. એ બાબત પણ નક્કી છે કેલ૩૫ એ કલમને દુર કરવાથી મળનાર લાભ અસંખ્ય છે. એકબાજુ બેવડી નાગરિકતા ખતમ થઇ જશે. જમ્મુ કાશ્મીરનો આર્થિક વિકાસ શક્ય બનશે. નવા ઔદ્યોદિક એકમો લાગશે.ત્રાસવાદમાં ઘટાડો થઇ જશે. યુવાનોને રોજગારીના દ્ધાર ખુલી જશે. નેતાઓ અને કટ્ટરપંથીઓ તેમજ અલગતાવાદીઓના ઉશ્કેરણીજનક ભાષણના સંબંધમાં જનતાને સમજાવવામાં આવે તો ચોક્કસપણે ફાયદો થશે.
આ લોકો પણ સમાધાનની દિશામાં આગળ આવશે.૨૫મી જુલાઇ બાદથી જમ્મુ કાશ્મીરમાં જોરદાર હલચલ જાવા મળી રહી છે. અજિત દોભાલ એકાએક કાશ્મીર ખીણમાંથી પરત ફર્યા બાદ દસ હજાર સુરક્ષા જવાનોની વધારાની તૈનાતી કરવામાં આવી હતી.આ જવાનોની તૈનાતીથી અનેક અટકળોને વેગ મળ્યો હતો. કેટલાક લોકો માની રહ્યા છે કે ૧૫મી ઓગષ્ટના દિવસે જમ્મુ કાશ્મીરના દરેક ક્ષેત્રમાં તિરંગા ધ્વજને લહેરાવવામાં આવનાર છે. તેના માટે કઠોર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કેટલાક લોકો એમ પણ માની રહ્યા છે કે વડાપ્રધાન મોદી ટુંક સમયમાં જ કલમ ૩૭૦ અને કલમ ૩૫ એને સમાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સરકાર અને સુત્રોનુ કહેવુ છે કે આ માત્ર સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે છે.
રાજ્યમાં તૈનાત રહેલા સુરક્ષા કર્મચારીઓને આરામ આપવાના હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. બીજા બાજુ ખીણમાં કેટલાક આદેશો જારી કરવામાં આવ્યા છે. જેમાં અમરનાથ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ખીણમાંથી તરત નિકળી જવા માટે કહેવામાં આવ્યુ છે. જમ્મુ કાશ્મીર તંત્ર તરફથી જારી કરવામાં આવેલી આ એડવાઇઝરીના કારણે એવા સંકેત મળી રહ્યા છે કે ત્રાસવાદીઓ કોઇ મોટા હુમલાને અંજામ આપવા માટેની તૈયારી કરી ચુક્યા છે. ખીણમાં કલમ ૩૫એ અને ૩૭૦ને લઇને જે રીતે તંગદીલી વધી રહી છે તેને લઇને અલગતાવાદીઓ અને ત્રાસવાદીઓના ઇરાદાને હળવાશથી લઇ શકાય નહીં. હાલમાં સેના, પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત રીતે પત્રકાર પરિષદ યોજીને કેટલાક સંકેતો સાફ શબ્દોમાં આપી દીધા છે.આ તમામનુ કહેવુ છે કે ત્રાસવાદીઓ ખતરનાક પ્લાન કરી રહ્યા છે. સેના અને પોલીસે માત્ર ત્રાસવાદી હુમલાના સંકેત અને ઇન્ટેલિજન્સની વાત કરી નથી પરંતુ અમરનાથ યાત્રીઓને બોબ બ્લાસ્ટ કરીને મોતને ઘાટ ઉતારી દેવાની ખતરનાક યોજના ત્રાસવાદીઓની હોવાની વાત કરી છે. આનાથી પણ મોટી બાબત એ મળી છે કે સુરક્ષા દળોને યાત્રા માર્ગ પર સર્ચ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનમાં બનાવેલી સુરંગ મળી આવી છે. અન્ય હથિયારો ઉપરાંત અમેરિકી સ્નાપર પણ મળી છે. આ તમામ બાબતો ખતરા તરફ ઇશારો કરે છે.
નેતાઓએ કોઇ પણ ભ્રમ ફેલાય તેવી વાત કરવી જોઇએ નહીં. કલમ ૩૫ અને કલમ ૩૭૦ને લઇને નેતાઓ ઉશ્કેરણીજનક નિવેદન કરી રહ્યા છે. મહેબુબા કહી ચુકી છે કે આના કારણે ભારતની સાથે કાશ્મીરના સંબંધ ખતમ થઇ જશે. સીઆરપીએફના જવાનોની તૈનાતી સામે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. સરકારની યોજના ખુબ સ્પષ્ટ દેખાઇ રહી છે. લોકોના હિત અને દેશ હિતોમાં મોટા નિર્ણય કરવાની તૈયારી છે.