અક્ષય ફિટનેસ સિક્રેટ…

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અક્ષય કુમારને બોલિવુડમાં સૌથી વધારે શિસ્ત પાળનાર સ્ટાર પૈકી એક તરીકે ગણવામાં આવે છે. ડિસિપ્લીન લાઇફસ્ટાઇલને કઠોર રીતે ફોલો કરનાર અક્ષય કુમાર આજે આધુનિક ભાગદોડની લાઇફમાં તમામ માટે પ્રેરણાસમાન છે તેમા કોઇ બે મત નથી. અક્ષય કુમાર આજે જે રીતે લાઇફસ્ટાઇલ જાળવે છે તે દિશામાં તમામ લોકો આગળ વધીને તેમની લાઇફસ્ટાઇલને નિયમિત અને સ્વસ્થ બનાવી શકે છે. અક્ષય કુમારની ફિટનેસના સિક્રેટ નીચે મુજબ છે

ફિટનેસ સિક્રેટ

  • દરરોજ સવારમાં ૪-૩૦ વાગે ઉઠી જાય છે અને એક કલાક સ્વિમિંગ કરે છે
  • એક કલાક માર્શલ આર્ટસની પ્રેકટીસ કરે છે
  • યોગા અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરે છે
  • એક કલાક સુધી મેડિટેશન કરવા જાય છે

ડાયટ પ્લાન

  • બ્રેકફાસ્ટમાં પરાઠા અને એક ગ્લાસ દુધ લે છે
  • બપોરમાં એક કટોરી ભરીને ફ્રુટ્‌સનો ઉપયોગ કરે છે
  • લંચમાં અથવા તો બપોરમાં રોટલી, દાળ, ગ્રીન વેજિટેબલ્સ, ચિકન અને એક કટોરી દહી લે છે
  • સાંજે ખાંડ વગર ફ્રેશ જ્યુસનો ઉપયોગ કરે છે
  • ડિનરમાં ખુબ લાઇટ ડિનર કરે છે જેમાં સુપ, સલાદ અને વેજિટેબલ્સ હોય છે

અક્ષય કુમારની વિશેષતા

  • સાંજે કોઇ પણ કિંમતે છ વાગે પહેલા ડિનર કરી લે છે
  • ચા અને કોફીનો સ્વાદ ક્યારેય માણ્યો નથી
  • શરાબ અને સ્મોકિંગ સાથે દુર દુર સુધી કોઇ સંબંધ નથી
  • ખુબ કઠોર ડાયટ પ્લાનને ફોલો કરે છે
  • સીઢીઓ ચડવાનુ તેને ખુબ પસંદ છે. સિંગ ઇઝ કિંગ વખતે સિંગાપોરમાં ૭૪માં માળ સુધી સીઢી ચઢીને ગયો હતો
Share This Article