જાપાનના ક્યુશુ ટાપુ પર 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી આપી છે. આ ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિની માહિતી નથી. આ વર્ષે અત્યાર સુધીનો આ બીજો મોટો ભૂકંપ છે. આ પહેલા તિબેટમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો.
જાપાનના ક્યુશુ ટાપુ પર 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી આપી છે. આ વર્ષે અત્યાર સુધીનો આ બીજો મોટો ભૂકંપ છે. આ પહેલા તિબેટમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જાપાન હવામાન એજન્સી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 6.9 છે. આ ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિની માહિતી નથી.
દેશની હવામાન એજન્સી અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 9.19 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પશ્ચિમ ટાપુ ક્યુશુ હતું. આ ટાપુ તેમજ આસપાસના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાનમાં વારંવાર ભૂકંપ આવે છે. આ પહેલા 7 જાન્યુઆરીએ તિબેટમાં ભૂકંપે તબાહી મચાવી હતી. 7.1 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં 126 લોકો માર્યા ગયા હતા. લગભગ 188 લોકો ઘાયલ થયા હતા. તિબેટમાં 30 હજારથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. એકલા શિગાત્સેમાં 3,609 ઇમારતો ધરાશાયી થઈ હતી. આ ભૂકંપ તિબેટના ડિંગરી કાઉન્ટીમાં આવ્યો હતો.