સીટ બેલ્ટનો પ્રથમ વખત ઉપયોગ ૧૯મી શતાબ્દીમાં મધ્યમાં થયો હતો. એન્જિનિયર અને પાયલટ સર જોર્જ કેલીને સીટ બેલ્ટના અવિષ્કારક તરીકે ઓળખવામાં આવે છે. ગ્લાઈડરોમાં પાઈલટ સુરક્ષિત રહી શકે તે માટે રેલીએ સીટ બેલ્ટનો અવિષ્કાર કર્યો હતો. ત્યાર બાદ ૧૮૪૯માં એક કારમાં સેફ્ટી હોર્નેસ અથવા બેલ્ટનો ઉપયોગ કરાયો હતો, પરંતુ તેનો હાલમાં કોઈ પુરાવો નથી. સીટ બેલ્ટ માટે સૌપ્રથમ ૧૮૫૫માં અમેરિકાના એડવર્ડ જે ક્લૈઘોર્ને પટન્ટ કરાવ્યું હતુ. ક્લૈગોર્નના અવિષ્કારને વિશેષ રુપથી ન્યૂયોર્કની ટેક્સીમાં યાત્રીકોની સુરક્ષા માટે કરાતો હતો.
જોકે તે સમયે હાલના સીટ બેલ્ટની જેમ ન હતુ. ત્યારે આ બેલ્ટને મજાક-મજાકમાં ઉપયોગમાં લેવાયો હતો. આ સીટ બેલ્ટની શરૂઆત કોંટરાપશન હુકની સાથે કરાઈ હતી. ૧૮૫૫ બાદ પ્લેનમાં ટૂ પોઈન્ટ સીટ બેલ્ટનો ઉપયોગ શરૂ થયો હતો. પ્લેનમાં ઉંચાઈ દરમિયાન હાલમાં પણ મુસાફરો માટે લેપ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કારમાં ચાલકની સીટ પર બેલ્ટનો પ્રથમ વખત ઉપયોગ ૧૯૨૨માં કરાયો હતો. પ્રસિદ્ધ ઈન્ડિયાનાપોલીસ ૫૦૦ રેસર, બાર્ની ઓલ્ડફિલ્ડે પેરાશૂટ કંપનીએ પોતાની કારમાં સીટ બેલ્ટ આપવા માટે કહ્યું હતું. ઈરવિન એર ચ્યૂટ કંપનીને પ્રથમ પેરાશૂટનો ઉપયોગ કરનારી પ્રથમ ફ્રી કોલ જંપ પૂર્ણ કરવાનો ખિતાબ મેળવ્યો છે. ૧૯૫૪ સુધી સ્પોર્ટ્સ કાર ક્લબ ઓફ અમેરિકાએ રેસિંગ ઈવેન્ટમાં સીટ બેલ્ટને ફરજિયાત જાહેર કર્યો હતો. ૧૯૪૯માં વૈકલ્પિક સુવિધા માટે સીટ બેલ્ટને રજૂ કરનારી અમેરિકાની પ્રથમ નૈશ કંપની હતી. જોકે શરૂઆતમાં નૈશના માત્ર કેટલાક હજાર જ ખરીદદાર હતા.
વર્ષ ૧૯૫૫માં ફોર્ડ કંપનીએ વૈકલ્પિક સીટ બેલ્ટની શરૂઆત કરી હતી, પરંતુ નૈશની જેમ જ ફોર્ડને પણ ગણતરીના જ ખરીદદાર મળ્યા હતા. વર્ષ ૧૯૫૫માં જ રોજર ડબલ્યૂ ગ્રીસ બોલ્ડ અને હ્યૂગ ડેહેને એક થ્રી પોઈન્ટ સીટ બેલ્ટનું પેટન્ટ કરાવ્યું હતું. આજે કારમાં જે થ્રી પોઈન્ટ સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે તે પ્રથમ વખત વર્ષ ૧૯૫૮માં વોલ્વો ડિઝાઈનર નિલ્સ બોહલિને રજૂ કરી હતી. વોલ્વોના તત્કાલિન CEOના પરિવારજનની રોડ અકસ્માતમાં મૃત્યુ થતા, વોલ્વો કારમાં સીટ બેલ્ટ ફરજિયાત કરાયું હતું. કાર ડ્રાઈવ કરતા સમયે ઘણા લોકો વિચારતા હોય છે કે, સેફ્ટી માટે પહેરવામાં આવતા સીટ બેલ્ટનો અવિષ્કાર ક્યારે અને કઈ રીતે થયો. તમને પણ ક્યારેક આ સવાલ થયો હશે. ત્યારે આવે આજે અમે તમને જણાવીએ કે, સીટ બેલ્ટનો અવિષ્કાર ક્યારે અને કઈ રીતે થયો હતો. વાહનોમાં સુરક્ષા માટે સીટ બેલ્ટ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયુ છે. NHTSAના ૨૦૧૭ના આંકડા મુજબ મોટર વાહન દુર્ઘટનાઓમાં સીટ બેલ્ટના કારણે ૪૭ ટકા લોકોનો જીવ બચી શક્યો છે. જો ડ્રાઈવર અને મુસાફરે સીટ બેલ્ટ પહેર્યો તો અકસ્માતમાં બચી શકાય છે. સીટ બેલ્ટના જીવન રક્ષક અવિષ્કાર વિશે તમે પણ વિચારતા હશો કે, સીટ બેલ્ટનો ઉપયોગ સૌથી પહેલા કઈ કારમાં થયો હશે, અને હવે અમે તમને તમારા આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.