સીલમેટિક ઈન્ડિયા લિમિટેડ (એસઆઈએલ) ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૩થી તેના પ્રારંભિક જાહેર ભરણાં (આઈપીઓ)ની શરૂઆત કરશે અને ૨૧મી ફેબ્રુઆરી , ૨૦૨૩ના રોજ તે બંધ થશે. બીએસઈ એસએમઈ દ્વારા ફાઈલ કરવામાં આવેલા પ્રોસ્પેક્ટસ મુજબ રૂા. ૨૨૦ના લોવર બેન્ડથી રૂા. ૨૨૫ના અપર બેન્ડના પ્રાઈઝ બેન્ડ પર ૨૪,૯૯,૬૦૦ ઈક્વિટી શેર ઓફર કરવામાં આવ્યા છે અને શેર દીઠ તેની ફેસ વેલ્યુ રૂા. ૧૦ રહેશે.
એન્કર સહિત ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“ક્યુઆઈબી”)ને નેટ ઈસ્યુનો ૪૦ ટકાથી વધુ નહિ તેટલો હિસ્સો નેટઈસ્યુ પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે અને ૧૮ ટકાથી ઓછો નહિ તેટલો નેટ ઈસ્યુનો હિસ્સો બિન-સંસ્થાકીય રોકાણકારોને પ્રમાણસર રીતે ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે અને ૪૨ ટકાથી ઓછા નહિ તેટલો હિસ્સો રીટેલ ઈન્ડિવિઝ્યુઅલ ઈન્વેસ્ટરોને ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે.
SIL રિફાઇનરી, તેલ અને ગેસ, પેટ્રોકેમિકલ, કેમિકલ, ફર્ટિલાઇઝર, ફાર્માસ્યુટિકલ, પાવર, મરીન, પલ્પ એન્ડ પેપર, ફૂડ એન્ડ બેવરેજ, એરોસ્પેસ અને ઘણી બધી ઔદ્યોગિક એપ્લિકેશનો માટે તમામ પ્રકારના રોટરી સાધનો માટે મિકેનિકલ સીલની ડીઝાઈન અને ઉત્પાદન કરતી અગ્રણી કંપની છે.
ફોર્ચ્યુન બિઝનેસ ઇન્સાઇટ્સના અહેવાલ મુજબ, વૈશ્વિક ઔદ્યોગિક મિકેનિકલ સીલ માર્કેટનું મૂલ્ય વર્ષ ૨૦૨૧માં USD ૪.૫ બિલિયન હતું. આ બજાર 2029 સુધીમાં ૫.૭% CAGRની અપેક્ષા સાથે વધીને USD ૬.૮ બિલિયન થવાનો અંદાજ છે.
સીલમેટિક એ કેએસબી (KSB), સુલ્ઝર (Sulzer), કેઈપીએલ (KEPL), એન્ડ્રીત્ઝ (Andritz), કેબીએલ (KBL), રુરપમ્પેન (RuhrPumpen), વિલો (Wilo), એસપીએક્સ (SPX), સીપેક્સ (Seepex), ડચિંગ (Düchting), આઈટીટી(યુએસએ) (ITT USA), ભેલ (BHEL), સિર્કોર (Circor), આઈડેક્સ (Idex), ઈગેર (Egger), પીએમએસએલ (PMSL), એમએસએલ (MSL), ઝાયલેમ (Xylem), મેત્સો (Metso) અને અન્ય જાણીતી ઓઈએમએસ (OEM) કંપનીઓની ઓઈ (OE) સપ્લાયર છે.
કંપની API Spec Q1, ATEX – 2014/34/EU, DSIR, ISO 9001, 14001, 45001 અને PED 97/23/EC QA-System, FDA, GMP, RoHS, REACH દ્વારા પ્રમાણિત કંપની છે. વધુમાં, કંપની એકમાત્ર એમએસએમઈ મીકેનિકલ સીલ કંપની છે કે જેને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા મંજુરી પ્રાપ્ત છે.
સીલમેટિક ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ઉમર બલવાએ જણાવ્યું હતું કે, “દેશભરમાં લગભગ ૧૫૦૦૦ ઉચ્ચ ગુણવત્તાવાળા એસએમઈ છે, જે શક્ય દરેક ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરના ઉત્પાદનમાં સંકળાયેલા છે. આવનારા વર્ષોમાં આપણા દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ થવાની છે, જે ભારતને જર્મની, જાપાન અને દક્ષિણ કોરિયા જેટલો શક્તિશાળી દેશ બનાવશે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લગભગ ૩૯૪ કંપનીઓ લિસ્ટેડ છે, જેણે બજારમાંથી રૂા. ૪,૨૬૩ કરોડ એકત્રિત કર્યા છે અને ૭ ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ બજારમાં ૩૯૪ કંપનીઓની બજાર મૂડી લગભગ રૂા. ૬૦,૦૦૦ કરોડ જેટલી છે.
વધુ માહિતી માટે :