પ્રથમ વાર જ સીબીઆઇની ઓફિસને સીલ કરી દેવાઇ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : સીબીઆઇના ઇતિહાસમાં ક્યારેય જોવા ન મળી હોય તેવી ઘટનાઓનો દોર ચાલી રહ્યો છે. ઇતિહાસમાં પ્રથમ  વખત સીબીઆઇની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે અભૂતપૂવ્‌ કઠોર વલણ અપનાવીને સીબીઆઇની ઓફિસને સીલ કરવાનો આદેશ જારી કર્યો હતો. સવારમાં આજે જ્યારે તમામ અધિકારીઓ પહોંચ્યા ત્યારે સીબીઆઇની ઓફિસ બંધ મળી હતી. ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના જોવા મળતા તમામ સુરક્ષા સંસ્થાઓ અને તપાસ સંસ્થાઓમાં આની ચર્ચા જોવા મળી રહી છે. બે ટોપના અધિકારીઓની લડાઇના કારણે દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થાની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે.

સીબીઆઇના હેડ ક્વાર્ટસને સીલ કરવામાં આવ્યા બાદ તમામ અધિકારીઓને પરત ફરવાની ફરજ પડી હતી. કોઇ પણ સંવેદનશીલ દસ્તાવેજા હવે ઓફિસમાંથી કોઇ લઇ ન શકે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. સુત્રોના કહેવા મુજબ તમામ હાઇ પ્રોફાઇલ કેસના તપાસ અધિકારીઓની ટીમને બદલી નાંખવામાં આવી રહી છે. રાકેશ અસ્થાના અને આલોક વર્માની સામે તપાસ કરવા માટે પણ અલગ અલગ ટીમો બની છે.

Share This Article