૧૧ વર્ષ પહેલા ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં જ આ હુમલો કરવામાં આવતા દેશ હચમચી ઉઠ્યુ હતુ. એ હુમલા બાદથી ૧૧ વર્ષના ગાળામાં સુરક્ષાને લઇને કેટલાક કામો નક્કરપણે કરવામાં આવ્યા છે. હુમલા વેળા દરિયાઇ સુરક્ષામાં ગંભીર ખામી સપાટી પર આવી હતી. દસ જેટલા ત્રાસવાદીઓ હથિયારો સાથે દરિયાઇ માર્ગે મુંબઇમાં ઘુસી ગયા હતા અને હુમલાને અંજામ આપવામાં સફળત રહ્યા હતા. ત્યારબાદથી દરિયાઇ સુરક્ષાને લઇને પણ કામ થઇ રહ્યા છે. એક દશકના ગાળા બાદ આજે જોવામાં આવે તો દરિયાઇ સુરક્ષા અથવા તો કોસ્ટલ સિક્યુરિટીને મજબુત કરવાના કામ થયા છે. ઇન્ટેલિજન્સ અને સુરક્ષા સંસ્થાઓ વચ્ચે વધુ સારા તાલમેલના પ્રયાસ કરવામાં આવ્યા છે. મુંબઇ હુમલાના ૧૧ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે અમે આજે અમારી દરિયાઇ સુરક્ષા અને તેમની સામે રહેલા પડકારો પર વાત કરી રહ્યા છીએ.
અમારા દરિયાઇ કાઠા પર સુરક્ષા ત્રિસ્તીરય રાખવામાં આવે છે. આ વ્યવસ્થા નેવી, કોસ્ટ કાર્ડ અને દરિયાઇ કાઠાની સુરક્ષા મરીન સાથે મળે છે. પ્રદેશમાં મરીન પોલીસ દરિયાઇથી ૧૨ નોટિકલ માઇલ સુધી સરહદની સુરક્ષા કરે છે. કોસ્ટ ગાર્ડ ૧૨થી ૨૦૦ નોટિકલ માઇલ અને નેવી ૨૦૦ નોટિકલ માઇલ બાદ સુરક્ષાની જવાબદારી સંભાળે છે. ત્રિસ્તરીય સુરક્ષા રાખવા માટેના કેટલાક કારણો રહેલા છે. ભારતના નવ રાજ્ય અને ચાર કેન્દ્રશાશિત પ્રદેશોથી જોડાયેલા દરિયાઇ વિસ્તારો પર સુરક્ષા અતિ જરૂરી છે. દરિયા મારફતે કારોબાર પણ થાય છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અખાતના દેશો સાથે આ રીતે કારોબાર ચાલે છે. જેના કારણે સુરક્ષામાં ગાબડા પડવાનો ખતરો રહે છે. દાખલા તરીકે જોવામાં આવે તો ગુજરાત અને સંયુક્ત અરબ અમિરાત વચ્ચે અંતર ૨૦૦૦ કિલોમીટરથી ઓછુ છે. દરિયાઇ કાઠાની સુરક્ષાની ચુકના કારણે મુંબઇને એક ખતરનાક ત્રાસવાદી હુમલાનો સામનો કરવો પડ્યો હતો. મુંબઇ હુમલાના આશરે બે દશક પહેલા કોસ્ટલ સિક્યુરિટી સ્કીમ બનાવવામાં આવી હતી. પરંતુ તેને હુમલા બાદ લોંચ કરી શકાઇ હતી. આ સ્કીમ હેઠળ કોસ્ટલ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા. કોસ્ટલાઇન પર વધારાના રડાર સ્ટેશન બનાવવામાં આવ્યા હતા. હજુ સુરક્ષાના કાફલામાં ૨૦૦ બોટ, જહાજોને સામેલ કરવાની યોજના છે. આના માટે ૬૦ જેટી બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
કોસ્ટલ સિક્યુરિટીના આધુનિકરણની યોજના છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. કોસ્ટ ગાર્ડે ૧૫ વર્ષ માટે બે લાખ કરોડની યોજના બનાવી છે. ૨૦૨૩ સુધી કોસ્ટ ગાર્ડના કાફલામાં ૧૯૦ જહાજો અને ૧૦૦ વિમાનોને સામેલ કરવામાં આવનાર છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં વાર્ષિક ડિફેન્સ બજેટમાં આના માટે ખુબ ઓછા પૈસા વધારી દેવામાં આવ્યા છે. આવી સ્થિતી માં કોસ્ટ ગાર્ડને જરૂરી ફંડની પ્રાપ્તિ થઇ રહી નથી. મોદી સરકારે ૧૫થી વધારે મેરિટાઇમ એજન્સી વચ્ચે સકંલન માટે ૨૦૧૪માં જ એનએમએની વાત કરી હતી.
જો કે હજુ સુધી આ વચન પાળવામાં આવ્યુ નથી. આ ઉપરાંત માછીમારોની આશરે ૨.૨ લાખ નોકાની ઓળખ કરવા માટે સિસ્ટમને યોજનાબદ્ધ રીતે લાગુ કરવામાં આવી નથી. વર્ષ ૨૦૦૮માં ત્રાસવાદી કસાબ અને તેના સાગરીતોએ એક નોકાનુ અપહરણ કરી લીધુ હતુ. ત્યારબાદ મુબંઇ પહોંચી ગયા હતા. આ ચુકના કારણે ભારતની છાતી પર ઘા થયા હતા જેને ક્યારેય ભુલી શકાશે નહી. મુંબઇમાં કુલ ૧૦ ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં વ્યાપક ખુવારી થઇ હતી.