મોબાઇલ એ અત્યાર સુધીની શોધમાંથી સૌથી સર્વશ્રેષ્ઠ સર્જન છે. દરેક કામ આજની તારીખમાં મોબાઇલ દ્વારા થઇ જાય છે. નાનકડી કમ્યૂનિકેશન ડિવાઇસ આપણા દરેક કામને આસાન બનાવે છે. આ સુવિધાનો આપણને ભરપૂર લાભ લઇએ છીએ. હજારો કિલોમીટર દુર રહેતા આપણા સગા વહાલા સાથે વિડીયો કોલ પર વાત કરી શકાય છે.
એક બીજાને ફોટા મોકલી શકાય છે. મોબાઇલથી આજે દરેક વસ્તુ પોસીબલ બની ગઇ છે. સાથે જ આપણને એક અજાણ્યો ડર પણ સતાવે છે. કોઇ આપણો ડેટા ચોરી તો નહી લે ને.. આપણા અંગત ડોક્યુમેન્ટનો ગેરફાયદો તો નહી ઉઠાવે ને.. અથવા તો આપણા ડેટા દ્વારા તે કોઇ ગેરકાયદેસર કામ તો નહી કરે ને.
જો તમને પણ આવો ડર સતાવતો હોય તો હવે ડરવાની જરૂર નથી. કારણકે વૈજ્ઞાનિકોએ એક એવી એપ શોધી છે, જેના દ્વારા હેકર તમારા ફોનને હેક નહી કરી શકે. જો તે હેક કરવાની કોશિશ પણ કરશે તો તે કામયાબ નહી થઇ શકે. આ એપ બનાવતી વખતે તેમને ઘણી પ્રોબ્લેમ ફેસ કરવી પડી હતી.
ઓસ્ટ્રેલિયાની સેંટ પોલ્ટેન યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાઇન્સના સંશોધકોએ આ એપનું નિર્માણ કર્યું છે. આ એપ્લીકેશન સાઉન્ડ કુકીઝને શોધ્યા બાદ જે-તે મોબાઇલના યુઝરને ચેતવે છે. જો તમે ઇચ્છો તો આ સુવિધાને બંધ પણ કરી શકો છો. થોડા જ સમયમાં આ એપ્લીકેશન બધા માટે ઉપલબ્ધ થશે.